- વિકસિત ભારત સંકલ્પ યાત્રા લઇને નીકળ્યા છીએઃ અમિત શાહ
- આમાં વિકસિત ભારત અને સંકલ્પ યાત્રા બે શબ્દો છેઃ શાહ
- 2047 સુધી ભારત સંપૂર્ણ વિકસિત બને તે માટેની યાત્રાઃ શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ અમિત શાહ પહેલી વાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. સૌથી પહેલા તેઓ અમદાવાદના સાણંદ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત રહ્યા જ્યાં તેમને વિકસિત ભારત અંગે સંબોધન કર્યું હતું.
આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા લઇને નીકળ્યા છીએ. આમાં વિકસિત ભારત અને સંકલ્પ યાત્રા બે શબ્દો છે. 2047 સુધી ભારત સંપૂર્ણ વિકસિત બને તે માટેની યાત્રા છે. વડાપ્રધાન મોદીએ આ સંકલ્પ કર્યો છે જેને સૌ ભારતીયોનો સહકાર મળી રહ્યો છે. દરેક ક્ષેત્રની અંદર મોટું પરિવર્તન આવ્યું છે જે સૌથી જરૂરી છે.
આ ઉપરાંત વિરોધીઓ પ્રહાર કરતાં અમિત શાહે કહ્યું કે, 2047 સુધી ભારત સંપૂર્ણ વિકસિત બને તે માટેની યાત્રા છે. પહેલા દેશમાં રોજ બોમ્બ ધડાકા થતા હતા. હવે સર્જિકલ અને, એરસ્ટ્રાઇક કરી પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે. સર્જિકલ અને, એરસ્ટ્રાઇક કરી પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે.
જેની સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, આર્ટિકલ 370 હટાવવાનું પગલું લેવામાં આવ્યું છે. વર્ષોથી ભગવાન રામ તંબુમાં રહેતા હતા. જેમાં ભગવાન રામ હવે મંદિરમાં બિરાજમાન થશે. આ ઉપરાંત સરકારની ઉપલબ્ધિ અંગે કહ્યું કે, ચંદ્ર પર ચંદ્રયાન મોકલવાની સિદ્ધિ મળી છે. સૌથી વધુ ઔદ્યોગિક વિકાસ નરેન્દ્રભાઇની સરકારમાં થયો છે. 4 કરોડથી વધારે ગરીબોને આવાસ આપ્યા છે.
જ્યારે અમિત શાહે કહ્યું કે, કોરોનાની બે રસી બધાને મફત આપી છે. 100 ટકા બાળકોને શાળામાં દાખલ કરવાનું અભિયાન ચલાવ્યું છે. તેમજ મોદીની ગેરંટી પૂરી થવાની પણ મોદી સાહેબની 100 ટકા ગેરંટી છે. કોરોનાની બે રસી બધાને મફત આપી છે.
આ ઉપરાંત અમતિ શાહ આજે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે,ત્યારે ગાંધીનગર લોકસભાને લઇને તેઓ રિવ્યુ બેઠક પણ યોજવાના છે. જે બાદ આણંદ ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના 66માં દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.


