- ગુરુકુળના શાસ્ત્રી સ્વામી ભક્તિજીવનદાસ સ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયો
- જેમાં મોટી સંખ્યામાં ગામેગામથી હરિભકતો ઉમટી પડયા હતા
- શ્રીહરિના ઉત્સવોમાં શાકોત્સવનુ સ્થાન સહુથી અનેરૂ મહત્વ હોવાનુ જણાવ્યુ
ખેડા તાલુકાના હરિયાળામાં આવેલ સ્વામિ નારાયણ ગુરૂકુળમાં રવિવારે સંતો મહંતોની હાજરીમાં શાકોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગામેગામથી હરિભકતો ઉમટી પડયા હતા.
હરિયાળા સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળમાં શાકોત્સવને લઈને ઠેર ઠેરથી હરિભકતો ઉમટી પડયા હતા. મંચ પરથી ઉપસ્થિત સંતોએ તેમના આશીર્વચનમાં જણાવેલ કે કરૂણાસાગર ભગવાન શ્રી સ્વામીનારાયણ મહાપ્રભુએ બ્રહાડમાં પધારીને ભકતજનોને અનેકવિદ્ય ઉત્સવો દ્વારા અત્યાનંદ આપ્યો છે.શ્રીહરિના સમ્રગ ઉત્સવોમાં શાકોત્સવનુ સ્થાન સહુથી અનેરૂ મહત્વ હોવાનુ જણાવ્યુ હતુ.
શાકોત્સવ એટલે શ્રીહરિની લીલાનુ સ્મરણ, સંતો ભકતોનુ સ્નેહ મિલન અને આનંદ ઉત્સવરૂપ હોય છે. શ્રી હરિના દિવ્ય શાકોત્સવનુ સ્મરણ પુનઃ થાય અને ભકિતનુ બળ વિશેષ વૃધ્ધિને પામે તે માટે શાકોત્સવનુ આયોજન થાય છે. ઉપસ્થિત સંતોએ વધુમાં જણાવેલ કે રીંગણાનુ શાક તો દરેક હરિભકતોના ઘરે થતું હોય છે.પણ શાકોત્સવમાં બનાવેલ રીંગણાનુ ઘીના વઘાર સાથેનું શાકએ ભગવાનનો પ્રસાદરૂપ હોય છે. જેને મેળવવોએ પણ ભાગ્યની વાત ગણી શકાય છે. વર્ષો પૂર્વે લોયા ગામે સુરા ખાચરના ભાવથી ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વહસ્તે ઘીના વઘાર સાથેનુ રીગણાનુ શાક શાકોત્સવ ઉત્સવમાં ફેરવાઈ ગયેલ છે, તેમ શાસ્ત્રી સ્વામીએ જણાવ્યુ હતુ. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે સંત્સગમાં પોતાના સ્વભાવ મુકીને ભગવાનની ભકિત કરવી તો શાકોત્સવમાં બધા શાક ભેગા હોવા છતાં તમામ શાક તેના રસ છોડતા નથી. તેમ સંત્સગમાં પણ રસ આવે છે. શાકોત્સવમાં ઉપસ્થિત તમામ હરિભકતોને આશીર્વાદ સાથે શાકોત્સવની શુભેચ્છા પાઠવી હતી.
શાકોત્સવનો ઉત્સવમાં સંતો, મંહતો, હરિભકતો, મહિલાઓ, ગુરૂકુળના વિધાર્થીઓ અને તેમના વાલીઓએ હાજરી આપી હતી.શાકોત્સવમાં ગુરુકુળના ટ્રસ્ટીઓ, સાધુ સંતોએ દીપ પ્રાગ્ટય કરેલ હતુ. જ્યારે સ્વાગત પ્રવચન શ્રીજી સ્વામી કર્યું હતુ.


