- IDF ગાઝા પટ્ટીમાં સુરક્ષાની જવાબદારી સંભાળશે
- ગાઝામાં ‘નાગરિક સરકાર’ હશે જે ‘ઇઝરાયેલનો નાશ’ કરશે નહીં
- મને ગર્વ છે કે મેં પેલેસ્ટિનિયન રાજ્યની સ્થાપના અટકાવી:નેતન્યાહુ
યુદ્ધ સમાપ્ત થયા બાદ ગાઝાનું શું થશે? આ અંગે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને પત્રકારોએ સવાલ પુછ્યા હતા. જેના જવાબમાં તેમણે પોતાની ભવિષ્યની યોજનાઓ વિશે જણાવ્યું હતું અને ગાઝાનું ‘ડિમિલિટરાઇઝેશન’ ઇઝરાયેલનું પહેલું લક્ષ્ય છે. અમે ક્યારેય પેલેસ્ટિનિયન ઓથોરિટીને ગાઝા પટ્ટીમાં પાછા ફરવા નહીં દઈએ. નેતન્યાહુએ કહ્યું હતું કે ગાઝામાં ‘નાગરિક સરકાર’ હશે જે બાળકોને ‘ઇઝરાયેલનો નાશ’ કરવા વિશે શિક્ષિત કરશે નહીં.
બેન્જામિન નેતન્યાહુએ નામ લીધા વગર અમેરિકા તરફ ઈશારો કરતા કહ્યું હતું કે ઈઝરાયેલ ‘હમસ્તાન’ને ‘ફતહસ્તાન’માં પરિવર્તિત થવા દેશે નહીં. ભલે આ ઇઝરાયેલના ‘કટ્ટર સાથી’ની ઇચ્છા હોય. નેતન્યાહુએ એક મતદાનને પણ ટાંક્યું જેમાં પશ્ચિમ કાંઠે 82 ટકા પેલેસ્ટિનિયનોએ જણાવ્યું હતું કે હમાસ દ્વારા ઇઝરાયેલ પર ઓક્ટોબર 7ના હુમલા વાજબી હતા. તેમણે કહ્યું હતું કે પેલેસ્ટિનિયન ઓથોરિટીએ હજુ સુધી હુમલાની નિંદા કરી નથી.
IDF ગાઝા પટ્ટીમાં સુરક્ષાની જવાબદારી સંભાળશે
તેઓએ ગાઝા પર નિયંત્રણ મેળવવું જોઈએ, તેમણે પેલેસ્ટિનિયન ઓથોરિટીનો ઉલ્લેખ કરતા પૂછ્યું અને આગ્રહ કર્યો કે તે આવું ક્યારેય નહીં થવા દે. યુદ્ધ પછી ગાઝા માટેના તેમના વિઝન વિશે પૂછવામાં આવતા નેતન્યાહૂએ કહ્યું હતું કે, ‘મેં કહ્યું છે કે ત્યાં ડિમિલિટરાઇઝેશન થશે. મેં કહ્યું છે કે IDF ગાઝા પટ્ટીમાં સુરક્ષાની જવાબદારી સંભાળશે. કારણ કે આતંકવાદ સામેની લડાઈને સુનિશ્ચિત કરનાર બીજું કોઈ નથી. અને હું તમને કહી શકું છું કે ગાઝામાં એક નાગરિક સરકાર હશે જે તેના બાળકોને ઇઝરાઇલનો નાશ કરવા માટે શિક્ષિત કરશે નહીં. હું આ બાબતે ખૂબ જ સ્પષ્ટ છું.
તે ‘માત્ર લશ્કરી દબાણ’ હતું જેણે ગયા મહિનાના યુદ્ધવિરામમાં બંધકોને મુક્ત કરવાની ખાતરી આપી હતી અને માત્ર લશ્કરી દબાણ બાકીના બંધકોની મુક્તિની ખાતરી કરશે. તેના વિના આપણી પાસે કંઈ નથી. હમાસ પર IDFની જીત બાદ ઇઝરાયેલના PMએ ઇઝરાયેલની ઉત્તરીય સરહદ પર રાજદ્વારી સ્થિતિ પર ધ્યાન આપવાની વાત કરી હતી. બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે, ‘સૌથી પહેલા, ઉત્તરમાં હિઝબુલ્લાહને રોકતા અમને હમાસ પર શાનદાર વિજયની જરૂર છે. એકવાર હમાસ નાશ પામ્યા બાદ ઇઝરાયેલ ઉત્તર તરફ ધ્યાન કેન્દ્રિત કરશે જ્યાં આશરે 100,000 ઇઝરાયેલીઓ હાલમાં તેમના ઘરોમાંથી વિસ્થાપિત છે.
મને ગર્વ છે કે મેં પેલેસ્ટિનિયન રાજ્યની સ્થાપના અટકાવી
તેમને કહ્યા અનુસાર, ઉત્તરીય સરહદ પર રાજદ્વારી સ્થિતિ હશે અથવા પરિસ્થિતિને ઉકેલવા માટે કોઈ અલગ રસ્તો હશે’. અન્ય એક મોટા નિવેદનમાં નેતન્યાહુએ કહ્યું હતું કે ઓસ્લો સમજૂતી પર ‘બ્રેક’ મૂકવા માટે તેમના પર દોષારોપણ કરવામાં આવી રહ્યું છે પરંતુ મને પેલેસ્ટિનિયન રાજ્યનો દરજ્જો અટકાવવા બદલ ગર્વ છે. ‘મને ઓસ્લો કરાર વારસામાં મળ્યો છે. મેં વિચાર્યું કે તે એક ભયંકર ભૂલ હતી અને હું હજી પણ માનું છું.
નેતન્યાહુએ કહ્યું હતું કે, ‘તમે અને તમારા પત્રકાર મિત્રો લગભગ 30 વર્ષથી મારા પર ઓસ્લો સમજૂતી પર બ્રેક લગાવવાનો અને પેલેસ્ટિનિયન રાજ્યનો દરજ્જો રોકવાનો આરોપ લગાવી રહ્યા છો. આ સાચું છે’. ‘મને ગર્વ છે કે મેં પેલેસ્ટિનિયન રાજ્યની સ્થાપનાને અટકાવી કારણ કે આજે દરેક વ્યક્તિ સમજે છે કે પેલેસ્ટિનિયન રાજ્ય શું હોઈ શકેહવે જ્યારે આપણે ગાઝામાં એક નાનું પેલેસ્ટિનિયન રાજ્ય જોયું છે. દરેક વ્યક્તિ સમજે છે કે જો આપણે આંતરરાષ્ટ્રીય દબાણને વશ થઈ ગયા હોત અને જુડિયા, સમરિયા, જેરુસલેમની આસપાસ અને તેલ અવીવની બહારના વિસ્તારોમાં આવા રાજ્યની સ્થાપના કરવા સંમત થયા હોત તો શું થયું હોત.


