- કોનાક્રીમાં ઓઇલ ટર્મિનલમાં બ્લાસ્ટ થતા અનેક લોકોના મોત અને ઇજાગ્રસ્ત
- ઘટનાને પગલે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
- ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેસન હાથ ધર્યું
આફ્રિકન દેશ ગિનીની રાજધાની કોનાક્રીથી વિસ્ફોટના સમાચાર આવી રહ્યા છે. રાજધાની કોનાક્રીમાં ઓઇલ ટર્મિનલ પર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ બાદ અનેક લોકોના મોત અને ઘાયલ થવાની આશંકા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે, કોનાક્રીમાં ઓઇલ ટર્મિનલ પર વિસ્ફોટના કારણે ઘણા લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટથી કોનાક્રી શહેરના કાલૌમ જિલ્લામાં નુકસાન થયું છે. વિસ્ફોટથી આસપાસના ઘણા ઘરોની બારીઓ ઉડી ગઈ હતી, જેના કારણે અનેક લોકોને વિસ્તાર છોડીને ભાગી જવાની ફરજ પડી હતી.
ભીષણ બ્લાસ્ટ બાદ વિશાળ આગ અને કાળા ધુમાડા માઇલો દૂરથી જોઈ શકાય છે. ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા જ્યારે ઘટનાસ્થળે અનેક ટેન્કરો જોવા મળ્યા હતા.


