- હુમલાખોર ઠાર મરાયો હોવાનો પોલીસનો દાવો
- હુમલાખોર યુનિવર્સિટીનો વિદ્યાર્થી ડેવિક કોઝાક
- હત્યારો માનસિક રીતે બિમાર હોવાનું પ્રાથમિક તારણ
ઝેકોસ્લેવિયાની પ્રાગ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ગોળીબાર થયો અને તેમાં મૃત્યુઆંક વધીને 15 થયો છે તો સાથે જ 25થી વધુ લોકો ઘાયલ થયા છે. ગોળીબાર બાદ પોલીસે તાત્કાલિક સમગ્ર વિસ્તાર ખાલી કરાવ્યો છે. હુમલાખોરથી બચવા લોકો યુનિવર્સિટીની છત પર આવી ગયા હતા.
અનેક લોકોએ છત પરથી કૂદીને બચાવ્યો જીવ
પ્રાગ યુનિવર્સિટીનો આ વિસ્તાર ટુરિસ્ટ સ્પોટ તરીકે જાણીતો છે. અનેક મુલાકાતીઓ આ વિસ્તારની મુલાકાત લેતા હોય છે. આ સમયે હુમલાખોરના ભોંયરામાં ગેસ બોમ્બ અને દારુગોળો પણ મળી આવ્યો હતો. એક યુવકે હાથમાં બંદુક લઈને અંધાધૂંધ ગોળીઓ વરસાવી. જેના કારણે અનેક લોકોની મુશ્કેલીઓ વધી હતી. આ સિવાય જે માહિતિ સામે આવી રહી છે તેમાં ગોળીબાર કરનાર હુમલાખોરનું પણ મોત થયું છે.
હવે લોકો માટે વધુ કોઈ જોખમ નથી – મંત્રી રકુસન
મંત્રી રકુસને જણાવ્યું હતું કે તમામ હુમલાખોરો ઘટનાસ્થળે જ માર્યા ગયા હતા અને અન્ય કોઈ શૂટરો બચ્યા નથી. તેમણે કહ્યું કે જનતા માટે વધુ કોઈ ખતરો નથી, પરંતુ લોકોને પોલીસને સહકાર આપવા વિનંતી કરી.
ચાર્લ્સ યુનિવર્સિટીની ફિલોસોફી ફેકલ્ટીમાં હુમલો
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે જાન પલાચ સ્ક્વેર નજીકની એક શાળામાં ગોળીબાર બાદ પોલીસ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. માહિતી આપતાં પ્રાગના મેયર બોહુસ્લાવ સ્વોબોડાએ જણાવ્યું હતું કે સ્ક્વેર પર સ્થિત ચાર્લ્સ યુનિવર્સિટીની ફિલોસોફી ફેકલ્ટીને ખાલી કરાવવામાં આવી છે. વાસ્તવમાં હુમલાખોરોએ ચાર્લ્સ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને નિશાન બનાવ્યા છે.


