- ભારત હજુ પણ અફઘાનિસ્તાનમાં સ્થિરતા અંગે ચિંતિત
- પ્રાથમિકતાઓમાં અફઘાન લોકોને માનવતાવાદી સહાય પૂરી પાડવી
- “આતંકવાદ અને માદક દ્રવ્યોની હેરાફેરી સામે લડવું જરૂરી”
અફઘાનિસ્તાનની સ્થિતિને હજુ પણ ચિંતાનો વિષય ગણાવતા, ભારતે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં કહ્યું છે કે, એક સમાવિષ્ટ અને પ્રતિનિધિત્વવાળી સરકારની રચના, આતંકવાદ સામે લડવું અને અફઘાનિસ્તાનમાં મહિલાઓ, બાળકો અને લઘુમતીઓના અધિકારોનું રક્ષણ તેની પ્રાથમિકતાઓ છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે બુધવારે ‘અફઘાનિસ્તાનની સ્થિતિ’ પર સુરક્ષા પરિષદની બેઠકને સંબોધિત કરતા કહ્યું ,કે ભારત હજુ પણ અફઘાનિસ્તાનમાં સ્થિરતા અંગે ચિંતિત છે. કંબોજે વધુમાં કહ્યું કે, અમારી સહિયારી અને તાત્કાલિક પ્રાથમિકતાઓમાં અફઘાન લોકોને માનવતાવાદી સહાય પૂરી પાડવી, એક સર્વસમાવેશક અને પ્રતિનિધિ સરકારની રચના, આતંકવાદ અને માદક દ્રવ્યોની હેરાફેરી સામે લડવું અને મહિલાઓ, બાળકો અને લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવું શામેલ છે. ભારતે હજુ સુધી તાલિબાનને માન્યતા આપી નથી. સરકાર અને કાબુલમાં સમાવેશી સરકારની રચનાની હિમાયત કરી રહી છે.
આ સિવાય ભારત એ વાત પર પણ ભાર આપી રહ્યું છે કે અફઘાન ધરતીનો ઉપયોગ કોઈપણ દેશ વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ માટે ન થવો જોઈએ. ઓગસ્ટ 2021 માં સત્તા પર નિયંત્રણ મેળવ્યા પછી, તાલિબાન સરકારે મહિલાઓને કામ કરવાનો અને શિક્ષણ મેળવવાનો અધિકાર આપવાના તેના અગાઉના વચનનું સન્માન કર્યું નથી.


