- વિદેશ મંત્રી એસ.જયશંકરે ISROને શુભેચ્છા પાઠવી
- ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3 લેન્ડ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ
- લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાને વિવિધ માર્ગદર્શિત કાર્યો અને પરીક્ષણો કર્યા
ISROને આજે હુસાવિક મ્યુઝિયમ દ્વારા પ્રતિષ્ઠિત લીફ એરિક્સન લૂનર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ પુરસ્કાર ISROને લૂનર એક્સપ્લોરેશનને આગળ વધારવા અને મિશન ચંદ્રયાન-3ની સફળતાને લઇ આ ISROને લીફ એરિક્સન લુનર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ આઈસલેન્ડના હુસાવિક મ્યુઝિયમે ISROને પ્રતિષ્ઠિત લીફ એરિક્સન લુનર પ્રાઈઝ એનાયત કર્યું છે. આ સન્માન ખાસ કરીને ચંદ્રયાન 3 મિશન માટે આપવામાં આવ્યું છે. આ દરમિયાન, ચંદ્ર પરના સંશોધન મિશન પર સતત આગળ વધવા અને અવકાશી રહસ્યોને સમજવામાં તેના મહત્વપૂર્ણ યોગદાન માટે ISROના સમર્પણ અને ઉત્સાહની પણ પ્રશંસા કરવામાં આવી હતી.
વિદેશ મંત્રી એસ.જયશંકરે ISROને શુભેચ્છા પાઠવી
ભારતીય દૂતાવાસે કહ્યું કે રાજદૂત બાલાસુબ્રમણ્યમ શ્યામને ISRO વતી એવોર્ડ મળ્યો. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે પણ પોતાનો સંદેશ મોકલ્યો હતો. એ જ રીતે વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે લીફ એરિક્સન લુનર એવોર્ડ માટે એક નિવેદન આપતા ISROને શુભેચ્છા પાઠવી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, ચંદ્રયાન 3 દેશની પ્રતિષ્ઠા વધુ વધારશે. નોંધનીય છે કે લીફ એરિક્સનને યુરોપિયન માનવામાં આવે છે જે ક્રિસ્ટોફર કોલંબસના 400 વર્ષ પહેલા અમેરિકન ખંડમાં પહોંચ્યા હતા. આ વાર્ષિક પુરસ્કાર તેમના નામે આપવામાં આવે છે.
ચંદ્રયાન 3 અને અંતરિક્ષમાં ભારતની સફળતા
- 23 ઓગસ્ટના રોજ, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3 લેન્ડ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો. અમે ચંદ્ર પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરનાર અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો દેશ પણ બન્યો.
- ચંદ્રની સપાટી પર સફળ ઉતરાણ પછી, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાને વિવિધ માર્ગદર્શિત કાર્યો અને પરીક્ષણો કર્યા.
- લેન્ડરના સોફ્ટ લેન્ડિંગમાં મહત્વની ભૂમિકા ભજવ્યા પછી, પ્રોપલ્શન મોડ્યુલે ચંદ્રની પરિક્રમા કરી અને મહત્વપૂર્ણ ડેટા મોકલ્યો.
- તેને પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત લાવવાનું અનોખું પરીક્ષણ પણ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું.
- આ સફળતાએ ચંદ્ર ખડકોના નમૂનાઓ પાછા લાવવા માટે ભવિષ્યના ચંદ્ર મિશનમાં ISROનો વિશ્વાસ વધાર્યો.
- ચંદ્રયાન 3 પછી તરત જ, 2 સપ્ટેમ્બરના રોજ, ભારતે સૂર્યનો અભ્યાસ કરવા માટેનું પ્રથમ મિશન આદિત્ય L1 મોકલ્યું.
- તે નવા વર્ષના પ્રથમ 10 દિવસમાં તેની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરી શકે છે.
લીફ એરિક્સન લુનર એવોર્ડની શરૂઆત ક્યારે થઈ?
2015થી લીફ એરિક્સન લુનર પુરસ્કારએ હુસાવિક મ્યુઝિયમ દ્વારા આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે. તેનું નામ લીફ એરિક્સન પર રાખવામાં આવ્યું છે. તે નોર્સ સંશોધક છે, જેણે ક્રિસ્ટોફર કોલંબસના અભિયાનથી લગભગ ચાર સદી પહેલા મહાદ્વીપીય અમેરિકામાં પગ મૂકનાર પ્રથમ યુરોપીયન હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ કર્યું
ISROના અધ્યક્ષ એસ સોમનાથે એક ‘ધન્યવાદ’ વીડિયો મેસેજ મોકલ્યો હતો અને સ્પેસ એજન્સી તરફથી એમ્બેસેડર બી. શ્યામને આ એવોર્ડ મળ્યો હતો. 23 ઓગસ્ટે મિશન ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું. અમેરિકા, ચીન અને રશિયા બાદ ભારત ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ કરનાર ચોથો દેશ બન્યો છે. ચાર વર્ષ પહેલાં ચંદ્રયાન-2ના ક્રેશ લેન્ડિંગની નિરાશા બાદ મિશને માત્ર ટેકનિકલ કૌશલ્ય જ દર્શાવ્યું ન હતું પરંતુ સફળતાનો સંકેત પણ આપ્યો હતો.


