- બાળકો પરીક્ષા આપશે અને તેના પરફોર્મન્સ આધારે 20 ટકા મૂલ્યાંકન થશે
- પ્રતિભાશાળી શિક્ષકોના મૂલ્યાંકનમાં પણ આ પરીક્ષાઓ ધ્યાને લેવામાં આવશે
- તમામ પ્રક્રિયા નવા સત્રથી અમલમાં આવે તેવી શક્યતાઓ
રાજ્યની પ્રાથમિક શાળાઓ દર વર્ષે અને સતત શાળાઓનું મૂલ્યાંકન થતું રહે તે માટે ગુણોત્સવ કાર્યક્રમ યોજાય છે જે માટે શિક્ષકોમાંથી સ્કૂલ ઇન્સ્પેક્ટર અને હવે માધ્યમિક શાળાઓના અધિકારીઓ પણ મૂકાયા છે જે હાલ જૂની સિસ્ટમ મુજબ હાલ ગુણોત્સવનું મૂલ્યાંકન કરી રહ્યા છે જો કે હવે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આવનાર નવા સત્રથી ગુણોત્સવના ગુણાંકનનું માળખું બદલવા માટે તજવીજ હાથ ધરાઈ છે ને હવે સરકાર દ્વારા લેવાતી પરીક્ષાઓ CET(કોમન એન્ટરેન્સ ટેસ્ટ) અને જ્ઞાન સેતુ, સાધના જેવી પરીક્ષાઓમાં જે શાળાના જેટલા બાળકો ભાગ લેશે. તેમના પરિણામને આધારે સૌ ટકા પૈકી 20 ટકા ગુણોત્સવમાં મૂલ્યાંકન આપવા માટે સરકારમાં વિચારણા ચાલી રહી છે તો બીજી બાજુ દર સત્રમાં આપતા પ્રતિભાશાળી શિક્ષકો, જિલ્લા એવોર્ડ કે રાજ્યના કે રાષ્ટ્રના એવોર્ડ માટે પણ આ મૂલ્યાંકનમાં પણ આ પરીક્ષાઓ ધ્યાને લેવાશે તેમ મનાઇ છે. આ તમામ પ્રક્રિયા નવા સત્રથી અમલમાં આવે તેવી શક્યતાઓ છે. પરંતુ હવે જ્યારે 20% જેટલું મૂલ્યાંકન આ પરીક્ષાઓ આપનાર બાળકોના પરિણામને આધારે થશે તો હાલ શાળાઓને જે ગ્રેડ છે તે બદલાવવાની શક્યતાઓ રહેલી છે.


