- એકાએક ડિઝાઇન બદલાતા અવરજવર માટે અડચણ
- જેમા બોરસદ ચોકડીએ બ્રિજ કાર્યરત કરાયો છે
- સ્થાનિક રહીશોમા વ્યાપક રોષ છે
આણંદ શહેરના ગણેશ ચોકડીથી કૈલાસફાર્મ રોડથી વઘાસી જતા માર્ગ ઉપર આવેલ રેલવે ટ્રેક ઉપર છેલ્લા ઘણા લાંબા સમયથી ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. બ્રિજ મંજુર થયા બાદ તેની ડિઝાઇનમા એકાએક ફેરફાર કરીને રેલવે ટ્રેક ઉપર 1.50 કિમી લાંબો બ્રિજ બનાવવાનુ નક્કી થતાં આજુબાજુના વિસ્તારની સોસાયટીના રહીશોને અવરજવર માટે મુશ્કેલી વર્તાઇ છે.
આણંદ શહેર બોરસદ ચોકડી, ગણેશ ચોકડી, વિદ્યાનગર જનતા ચોકડી, કરમસદ-ગાના રોડ, અમીન ઓટો રેલવે ટ્રેક ઉપર બ્રિજનુ નિર્માણ કરવામા આવનાર છે. જેમા બોરસદ ચોકડીએ બ્રિજ કાર્યરત કરાયો છે. જેમા ગણેશ ચોકડીથી વઘાસી જવાના માર્ગ ઉપર આવેલા રેલવે ટ્રેક ઉપર છેલ્લા બે વર્ષથી ઓવરબ્રિજના નિર્માણની કામગીરી ચાલી રહી છે. પરંતુ તેની ડિઝાઇનમાં ફેરફાર કરવામા આવતા બ્રિજની લંબાઇ વધારવામા આવી છે. સ્થાનિક રહીશોમા વ્યાપક રોષ છે. રહીશોએ થોડા સમય પુર્વે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો નાગરિકો ઉગ્ર આંદોલન કરવાના મુડમા હોવાનુ જાણવા મળ્યુ છે.


