- ઈન્ડોનેશિયામાં ચીનની માલિકીના નિકલ પ્રોસેસિંગ પ્લાન્ટમાં બ્લાસ્ટ
- 13 શ્રમિકોના મોત અન્ય 38 શ્રમિકો હોસ્પિટલમાં સારવાર હેઠળ
- મૃતકોમાં 8 ઈન્ડોનેશિયન અને 8 ચીની શ્રમિકો હોવાની વિગત
ઈન્ડોનેશિયામાં નિકલ પ્રોસેસિંગ પ્લાન્ટમાં રવિવારે થયેલા ભીષણ બ્લાસ્ટમાં 13 શ્રમિકોના મોત થયા હતા. તે જ સમયે, સમગ્ર ઘટનામાં 38 લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ ઈન્ડોનેશિયામાં ચીનની માલિકીના નિકલ પ્રોસેસિંગ પ્લાન્ટમાં રવિવારે થયેલા વિસ્ફોટમાં 13 કામદારોના મોત થયા હતા. આ વિસ્ફોટમાં 38 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સેન્ટ્રલ સુલાવેસી પોલીસ વડા અગુસ નુગ્રોહોએ જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેણે ભઠ્ઠી તોડી નાખી અને બિલ્ડિંગને ભારે નુકસાન પહોંચ્યું છે.
13 કર્મચારીઓના દુઃખદ મોત
જે જગ્યાએ ભયંકર બ્લાસ્ટ થયો હતો ત્યાં ઘણી ટેન્ક રાખવામાં આવી હતી. મૃતકોમાં 8 ઈન્ડોનેશિયન અને 8 ચીની શ્રમિકો હોવાનું સામે આવ્યું છે. સેન્ટ્રલ સુલાવેસી પ્રાંતના મોરોવાલી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આ પ્લાન્ટ પીટી ઇન્ડોનેશિયા ત્સાગશન સ્ટેનલેસ સ્ટીલની માલિકીનો છે. સુલાવેસી ટાપુ ઇન્ડોનેશિયાનું નિકલના ઉત્પાદનનું કેન્દ્ર છે, જે ઇલેક્ટ્રિક વાહનની બેટરી અને સ્ટેનલેસ સ્ટીલ માટે વપરાતી ધાતુ છે.
38 શ્રમિકો હોસ્પિટલમાં સારવાર હેઠળ
સેન્ટ્રલ સુલાવેસી પોલીસ વડા અગુસ નુગ્રોહોએ જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેણે ભઠ્ઠી તોડી નાખી અને બિલ્ડિંગની બાજુની દિવાલોના ભાગોને નુકસાન પહોંચાડ્યું. તેમણે કહ્યું કે 38 કામદારોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાકની હાલત નાજુક છે. અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું કંપનીની બેદરકારીના કારણે મોત થયાની ચર્ચાએ વેગ પકડ્યો છે.


