- શ્રી રામજીના પ્રાણપ્રતિષ્ઠા સમયે નેપાળથી વિશેષ સ્મૃતિ ચિહ્નો મોકલાશે
- વિશેષ સ્મૃતિમાં ભગવાન રામજી માટે આભૂષણો, વાસણો, અને મીઠાઈ મોકલશે
- સ્મૃતિ ચિહ્ન શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને કરાશે અર્પણ
અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ધાટન સમારોહ માટે વિશેષ સ્મૃતિ ચિહ્લો મોકલશો નેપાળ, જનકપુરધામથી અયોધ્યા સુધી મહાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે રામ મંદિર સમારોહ દરમિયાન પહોંચશે. આ સાથે જનકપુરધામના મહંત રામરોશન દાસ વૈષ્ણવે જણાવ્યું હતું કે, 18 જાન્યુઆરીથી શરૂ થતી યાત્રા 20 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે. એ જ દિવસે સ્મૃતિ ચિહ્ન શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને આપવામાં આવશે.
શ્રી રામ મંદિર ટ્રસ્ટને આપશે વિશેષ સ્મૃતિ ચિહ્મ
22 જાન્યુઆરી, 2024 એ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને ઉદ્ઘાટન સમારોહને લઇ શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ માટે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેવામાં નેપાળના જનકપુરધામથી વિવિધ પ્રકારના આભૂષણો, વાસણો, કપડા અને મીઠાઈવાળું વિશેષ સ્મૃતિ ચિહ્ન મોકલાવશે. માહિતી મુજબ, સ્મૃતિ ચિહ્ન આપવા માટે જનકપુરધામ-અયોધ્યાઘામ યાત્રાનું આયોજન કરવામાં આવશે. જાનકી મંદિરના સુંયુક્ત મહંત રામ રોશન દાસ વૈષ્ણવના જણાવ્યા અનુસાર, 18 જાન્યુઆરી 2024થી શરૂ થનારી યાત્રા અયોધ્યામાં પૂરી થશે. એ જ દિવસે સ્મૃતિ ચિહ્ન શ્રી રામ જન્મભૂમિ રામ મંદિર ટ્રસ્ટને અર્પણ કરવામાં આવશે.
આ રૂટ પરથી મહાયાત્રા નીકળીને અયોધ્યા પહોંચશે
નેપાળમાં જનકપુરધામથી યાત્રા જલેશ્વરનાથ, મલંગવા, સિમરૌનગઢ, ગઢીમાઈ, બીરગંજ થઈને બેતિયા, કુશીનગર, સિધ્ધાર્થનગર, ગોરખપુર થઈને ઉત્તરપ્રદેશના અયોધ્યામાં પહોંચશે. કહેવામાં આવી રહ્યું છે કે, નેપાળના કાલીગંડકી નદી તટ પરથી એકત્ર કરેલા શાલિગ્રામ પત્થરોને ભગવાન રામની પ્રતિમા બનાવવા માટે અયોધ્યા મોકલવામાં આવશે. જેને ઉદ્ધાટન દિવસે મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.


