- કોરોનાના JN-1 વેરિઅન્ટને લઇ WHOએ આપી ચેતવણી
- વિશ્વભરમાં કોવિડ કેસની સંખ્યામાં 52 ટકાનો વધારો
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 752 નવા કેસ નોંધાયા
WHOએ પણ સતત વધી રહેલા કોરોના કેસ પર ચિંતા વ્યક્ત કરી છે. કોરોનાના JN-1 વેરિઅન્ટને લઇ લોકોમાં ભય જોવા મળી રહ્યા છે. સતત વધી રહેલા કોરોના કેસોને કારણે બે વર્ષ પહેલાના ભયાનક દ્રશ્યો દેખાવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 752 નવા કેસ નોંધાયા છે. WHOએ પણ કોરોનાના વધતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
WHO અનુસાર, છેલ્લા ચાર અઠવાડિયામાં વિશ્વભરમાં કોવિડ કેસની સંખ્યામાં 52 ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન 8 લાખ 50 હજાર નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, છેલ્લા 28 દિવસની તુલનામાં, નવા મૃત્યુની સંખ્યામાં 8 ટકાનો ઘટાડો થયો છે, અને 3 હજારથી વધુ નવા મૃત્યુ નોંધાયા છે. વૈશ્વિક સ્તરે, 1600 થી વધુ દર્દીઓ ICUમાં દાખલ છે.
વધતા કોરોનાના કેસે ચિંતા વધારી
WHOએ પણ સતત વધી રહેલા કોરોના કેસ પર ચિંતા વ્યક્ત કરી છે. સંસ્થાનું કહેવું છે કે તે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. આ સાથે WHOનું કહેવું છે કે વધતા જતા કેસોને જોતા સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.
સિંગાપોરમાં સ્થિતિ ખુબ જ ખરાબ
તમને જણાવી દઈએ કે વિશ્વભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સિંગાપોર સૌથી ખરાબ સ્થિતિમાં છે, અહીં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ જ કારણ છે કે સિંગાપોરમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. લોકોને ભીડભાડવાળી જગ્યાએ ન જવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે ઇન્ડોનેશિયા અને મલેશિયામાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.
ભારતમાં 24 કલાકમાં 752 નવા કેસ
ભારતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોવિડના 752 નવા કેસ નોંધાયા છે. જે બાદ સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 3420 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં બે અને રાજસ્થાન અને કર્ણાટકમાં એક-એક દર્દીના મોત થયા છે. કેરળ દેશમાં સૌથી ખરાબ હાલતમાં છે. અહીં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.


