- અલગ અલગ 3 કેટેગરીમાં ક્વિઝનું આયોજન
- ધો 9 થી યુનિ. સુધીના વિદ્યાર્થીઓ માટે ક્વિઝ
- ફ્રી એજ્યુકેશનલ ટ્રીપ પણ આપવામાં આવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટના પ્રવાસે છે. જેમાં CMના હસ્તે ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ 2.0નો પ્રારંભ થયો છે. તેમાં અલગ અલગ 3 કેટેગરીમાં ક્વિઝનું આયોજન થયુ છે. ધોરણ 9થી યુનિ. સુધીના વિદ્યાર્થીઓ માટે ક્વિઝનું આયોજન છે.
વિજેતાઓને રૂપિયા 25 કરોડથી વધુના ઇનામો અપાશે
વિજેતાઓને રૂપિયા 25 કરોડથી વધુના ઇનામો અપાશે. ફ્રી એજ્યુકેશનલ ટ્રીપ પણ આપવામાં આવશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોઘન કરતા જણાવ્યું છે કે ક્વિઝથી તમામના જ્ઞાનમાં વધારો થાય તે હેતુ છે. ક્વિઝ સ્પર્ધા રેગ્યુલર રમાડવાની છે. સમાજ, રાષ્ટ્રની પ્રગતિ માટે શિક્ષણ અનિવાર્ય છે. ક્વિઝની સ્પર્ધા પ્રાચીન શિક્ષણમાં પણ હતી. ક્વિઝથી લોકોના જીજ્ઞાસા વૃત્તિ વધશે. સરકારે ક્વિઝની પહેલ 2022થી કરી છે. PMના દરેક સંકલ્પ પાર પાડવામાં ગુજરાત પ્રથમ છે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 વિગતો
PMએ દરેક ક્ષેત્રે અગ્રેસર રહેવાના સંસ્કાર આપ્યા છે. જ્ઞાન ગુરૂ ક્વિઝ અગાઉના તમામ રેકોર્ડ તોડશે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 વિગતો આ પ્રમાણે છે. જેમાં ધોરણ 9 થી ઉપરના તમામ લોકો, પછી ભલે તે વિદ્યાર્થી હોય કે બિન વિદ્યાર્થી, આ ક્વિઝમાં ભાગ લઈ શકે છે. અને ઇનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે. તેની સત્તાવાર વેબસાઈટ www.g3q.co.in છે.


