- પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓ પૂરજોશમાં
- આગામી 8મી ફેબ્રુઆરી 2024ના રોજ પાકિસ્તાનમાં ચૂંટણી
- આતંકી હાફિઝ સઈદના પુત્રને PMML પાર્ટીએ આપી ટિકિટ
પાકિસ્તાનની PMML પાર્ટીના ઉમેદવાર તરીકે મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદની સમર્થન કરતી PMML પાર્ટીના ઉમેદવાર તરીકે હાફિઝ સઈદે તેના પુત્ર તલ્હાને ટીકીટ આપી. પાકિસ્તાનમાં આગામી વર્ષે સામાન્ય ચૂંટણી થવા જઈ રહી છે. આ સામાન્ય ચૂંટણી 8 ફેબ્રુઆરી, 2024ના રોજ યોજાવાની છે. આ ચૂંટણીમાં મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ આતંકી હાફિઝ સઈદના સમર્થનવાળી પાર્ટીએ આતંકી હાફિઝ સઈદના પુત્રને તેના ઉમેદવારોની યાદીના લીસ્ટમાં સામેલ કર્યો છે.
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓ પૂરજોશ
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આગામી 8મી ફેબ્રુઆરી, 2024ના રોજ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. સામાન્ય ચૂંટણીને લઈને પાકિસ્તાનની રાજનૈતિક પાર્ટીઓએ પોતાની કમર કસી લીધી છે. ચૌંકાવનારી વાત એ છે કે, આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી સામાન્ય ચૂંટણીઓમાં 2008માં મુંબઈ પર કરવામાં આવેલા હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદની રાજકીય પાર્ટી પણ આ ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉતારવાની છે. પાકિસ્તાની આતંકી હાફિઝ સઈદે પાતાની રાજકીય સંગઠનથી રાષ્ટ્રીય અને પ્રાંતિય વિધાનસભા ક્ષેત્રમાં પોતાના ઉમેદવારો ઉતારવા લાગ્યો છે.
તમને જણાવી દઈએ કે, લશ્કર-એ-તોઈબા(LET)ના સ્થાપક હાફિઝ સઈદ, પ્રતિબંધિત જમાત-ઉદ-દાવા (જેયૂડી)ના બીજા કેટલાક નેતાઓ સાથે ઘણી આતંકી પ્રવૃત્તિઓમાં ગુનેહગાર ઠરેલ છે એને 2019 થી જેલમાં છે. પાકિસ્તાન મિલ્લી મુસ્લિમ લીગ (પીએમએમએલ) પાર્ટી એમ જણાવે છે કે આ એક રાજકીય પાર્ટી છે અને અમારું ચૂંટણી ચિહ્ન ખુરશી છે.
હાફિસ સઈદ પછી તેના પુત્રને મળી ટીકિટ
પીએમએમએલના અધ્યક્ષ ખાલિદ મસૂદ સિંધુ જણાવે છે કે, તેની પાર્ટી એ રાષ્ટ્રીય અને પ્રાંતિય વિધાનસભા સીટો પર ચૂંટણી લડી રહી છે. તેનું કહેવું છે કે, તે ભ્રષ્ટાચાર માટે નહીં પણ લોકોની સેવા કરવા અને પાકિસ્તાને એક ઈસ્લામિક કલ્યાણકારી રાજ્ય બનાવવા માટે સત્તામાં આવવા માંગીએ છીએ. આ ખાલિદ મસૂદ સીંધુ એનએ-130 લાહૌર સીટનો ઉમેદવાર છે. લાહૌરની સીટ પરથી જ નવાઝ સુપ્રીમો અને પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ પણ ચૂટંણી લડી રહ્યાં છે. આતંકી હાફિઝ સઈદનો પુત્ર લાહૌરના એનએ – 127 ની બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. પરંતુ, ખાલિદ મસૂદ સિંધૂ એ સોમવારે એમ જણાવ્યું હતું કે, પીએમએમએલ એ હાફિઝ સઈદને કોઈ સમર્થન નથી.
2024ની ચૂંટણી માટે જ પીએમએમએલનો ઉદ્ભવ થયો છે. MML પર પ્રતિબંધ હોવાને કારણે PMML પાર્ટીનો ઉદ્ભવ કરવામાં આવ્યો છે. અમેરિકાએ આતંકવાદી હાફિઝ સઈદ પર 10 મિલિયન અમેરિકન ડોલરનું ઈનામ જાહેર કર્યું છે. સઈદનું નેતૃત્વ કરવા વાળા જેયુડી લશ્કર-એ-તૈયબા (એલઈટી) નું સંગઠન છે. જેને 2008ના મુંબઈ હુમલાને અંજામ આપ્યો હતો અને તેની જવાબદારી લીધી હતી. જેમાં 6 એમેરિકન સહિત 166 લોકો મૃત્યુ પામ્યા હતા.


