- 9 વર્ષ સુધી રહ્યા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ
- ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને સોંપ્યું રાજીનામું
- મધ્યપ્રદેશ વિધાનસભામાં મંત્રી પદ મળતા નિર્ણય
મધ્ય પ્રદેશમાં મંત્રી બન્યા બાદ કૈલાશ વિજયવર્ગીયએ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું છે એક દિલ્હીમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. બાદમાં તેમણે એક વ્યક્તિ એક પદના સિદ્ધાંતનો હવાલો આપતા રાષ્ટ્રીય જવાબદારીમાંથી ખુદને સ્વતંત્ર કરી દીધા.
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા સાથેનો ફોટો શેર કરતાં કૈલાશ વિજયવર્ગીયએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર લખ્યું કે “આજે હું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યો. અમારી પાર્ટીના સિદ્ધાંત ‘એક વ્યક્તિ એક પદ’ અનુસાર મે મહાસચિવના પદેથી પોતાનું રાજીનામું તેમને સોંપી દીધું છે. મારુ સૌભાગ્ય રહ્યું કે મે 9 વર્ષ સુધી મે પહેલા અમિત શાહ અને બાદમાં જેપી નડ્ડાના માર્ગદર્શનમાં દેશના જુદા જુદા સ્થળોએ સંગઠનના કાર્યોમાં તન-મન-ધનથી કામ કર્યું.
તેમણે આગળ લખ્યું કે હવે પાર્ટીએ મને મધ્યપ્રદેશમાં એક નવી ભૂમિકા માટે મોકલ્યો છે. હું વડાપ્રધાન મોદીના સંકલ્પ વર્ષ 2047માં ભારત, વિશ્વનો શક્તિશાળી દેશ બને તે દિશામાં મધ્ય પ્રદેશને શક્તિશાળી બનાવવા માટે વડાપ્રધાન મોદી, જેપી નડ્ડા અને ગૃહમંતી અમિત શાહના નેતૃત્વમાં કાર્ય કરશે. મારો વિશ્વાસ છે કે મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના નેતૃત્વમાં મધ્ય પ્રદેશ વિકાસનો પર્યાય બનશે.
કૈલાશ વિજયવર્ગીયને 9 વર્ષ પહેલા રાષ્ટ્રીય મહાસચિવની જવાબદારી મળી હતી. ત્યારે, તેઓ મધ્ય પ્રદેશ સરકારમાં શહેરી વહીવટી મંત્રી હતા. તેઓ રાજીનામું આપીને કેન્દ્રીય રાજકારણમાં આવ્યા હતા. આ દરમિયાન હરિયાણા અને પશ્ચિમ બંગાળના પ્રભારી પણ બન્યા. હરિયાણામાં પાર્ટી તેમના પ્રભારી પદે રહીને પહેલીવાર ભાજપે આત્મનિર્ભર જીત મેળવી અને સરકાર બનાવી. પશ્ચિમ બંગાળમાં ભાજપે ગત વિધાનસભા ચૂંટણી કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું. નવ વર્ષ બાદ ટોચના નેતૃત્વએ વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપીને તેમની પ્રદેશમાં વાપસીનો રસ્તો ખુલ્લો કરી દીધો. વિજયવર્ગીય ઈન્દોર-1 વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે.


