- શહેરમાં નોળિયાએ બાળકીને બચકું ભર્યું
- ઘર પાસે રમતી બાળકી પર નોળિયાએ હુમલો કર્યો
- સિવિલ હોસ્પિટલમાં બાળકીની સારવાર શરૂ
સુરતમાં નોળિયાએ બાળકીને બચકું ભર્યું છે. જેમાં ઘર પાસે રમતી બાળકીને નોળિયાએ બચકું ભર્યું છે. ડિંડોલી સ્થિત શ્રીનાથ નગરમાં આ બનાવ બન્યો છે. તેમજ સિવિલ હોસ્પિટલમાં બાળકીની સારવાર શરૂ કરવામાં આવી છે.
9 વર્ષની નિધીને નોળીયાએ બચકું ભર્યું
શહેરના ડિંડોલી સ્થિત શ્રીનાથ નગરમાં 9 વર્ષની નિધીને નોળીયાએ બચકું ભર્યું છે. માસુમ નિધી ઘર નીચે રમી રહી હતી. જેમાં નિધીને લઈ પરિવાર હોસ્પિટલ દોડ્યું હતુ. સિવિલ હોસ્પિટલમાં બાળકીની સારવાર શરૂ થઇ છે. ડાયમંડ નગરી સુરતમાં શ્વાનનો આતંક યથાવત છે. સુરતના અલથાણ ગામે 5 વર્ષની બાળકી પર રખડતાં શ્વાને હુમલો કર્યો હતો. રખડતાં શ્વાને માસુમ બાળકીનો થાપો કરડી ખાધો હતો. સ્થાનિકોએ દોડી આવીને બાળકીને બચાવી લીધી હતી. પુખ્તવયના નાગરિકોને શ્વાન કરડી જવાના કેસોમાં પણ વધારો થયો છે.
કૂતરું કરડતા 6 વર્ષના બાળકનું મોત થયું
થોડા દિવસ શહેરના ભેસ્તાન વિસ્તારમાં કૂતરું કરડતા 6 વર્ષના બાળકનું મોત થયું હતું. ભેસ્તાન વિસ્તારમાં ફાયર સ્ટેશન પાસે રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું, જ્યાં પરિવાર સાથે કામદાર હાજર હતા ત્યારે પાછળથી ગળા,પેટ, માથામાં, પગમાં કૂતરું કરડ્યું હતું. જે બાદ બાળકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લવાયો હતો, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો.


