- ગુજરાતમાં JN1ના 36 કેસો સામે આવ્યા છે
- GBRCમાં રોજના 4000 ટેસ્ટ થાય તેવી વ્યવસ્થા
- દિલ્હી ખાતે આપણે રીપોર્ટ કંફર્મેશન માટે મોકલીએ છીએ
કોરોના પર સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે JN1ના 36 કેસો સામે આવ્યા છે. GBRCમાં રોજના 4000 ટેસ્ટ થાય તેવી વ્યવસ્થા છે. દિલ્હી ખાતે આપણે રીપોર્ટ કંફર્મેશન માટે મોકલીએ છીએ. કુલ કેસ 36 છે જેમાંથી 22 રીકવર થયા છે તથા 14 હોમ આઇસોલેશનમા છે.
ગુજરાતમાં કોરોનાનો વ્યાપ ચિંતાજનક નથી
0.86 ડિસેમ્બર મહિનામાં પોઝિટિવીટી રેટ છે. તેથી ગુજરાતમાં કોરોનાનો વ્યાપ ચિંતાજનક નથી. જેમાં સંપર્કમાં આવેલ લોકોનો પણ આપણે ટેસ્ટ કરીએ છીએ. જુની એડવાઈઝરી છે. બધાએ એનુ વ્યક્તિગત પાલન કરવુ જોઇએ. ગુજરાતમાં કોરોનાનો વ્યાપ ચિંતાજનક નથી. સંપર્કમાં આવેલ લોકોનો પણ આપણે ટેસ્ટ કરીએ છીએ. વિદેશથી આવનારા લોકો પર નિવેદન આપતા જણાવ્યુ છે કે નવા વેરીયન્ટ પર દિલ્હીથી આખરી કંફર્મેશન આવે છે.
તમામના રીપોર્ટ નેગેટીવ આવ્યા
વાઈબ્રન્ટ મોટા પાયે આયોજન થાય છે. લાખો કરોડોના રોકાણ અને રોજગાર મળે છે. કેન્દ્ર સરકાર એરપોર્ટ પરની જે એડવાઈઝર આપે એ આપણે પાલન કરશું. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોરોના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહયો છે. શહેરમાં કોરોનાના વધુ નવા આઠ કેસ નોંધાયા છે. હાલમાં કુલ 42 એકિટવ કેસ છે. મ્યુનિ.અર્બન હેલ્થ સેન્ટર ઉપર 200 જેટલા લોકોના રેપીડ એન્ટિજન ટેસ્ટ કરાયા હતા. આ તમામના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.


