- ગઈકાલે જાપાનમાં પણ આવ્યો 7.6નો ભૂકંપ
- મ્યાનમારમાં સવારે 3:15 મિનિટ 53 સેકન્ડે ભૂકંપ અનુભવાયો
- મ્યાનમારમાં ભૂકંપ આવતા જ લોકો ડરી ગયા
નવા વર્ષની શરૂઆતમાં ભૂકંપથી જાપાન જે રીતે હલ્યું છે અને અહીં જે તબાહી આવી છે તેને લઈને લોકોમાં ભયનો માહોલ છે. આ સાથે આજે વહેલી સવારે મ્યાનમારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 4.3 માપવામાં આવી છે. પરંતુ લોકોમાં સવારથી જ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
જાપાનમાં સોમવારે 90 મિનિટમાં 4.0 કે તેથી વધુ તીવ્રતાના 21 ભૂકંપ અનુભવાયા હતા
સોમવાર જાપાનમાં ખૂબ જ ડરામણો દિવસ હતો. અહીં 90 મિનિટમાં 4.0 કે તેથી વધુ તીવ્રતાના 21 ભૂકંપ અનુભવાયા હતા. આમાંથી એક ભૂકંપની તીવ્રતા 7.6 માપવામાં આવી હતી. આ ભૂકંપ બાદ જાપાનમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. હવે ભારતના મ્યાનમાર અને લદ્દાખમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
મ્યાનમારમાં 2 જાન્યુઆરીએ 3:15 મિનિટ 53 સેકન્ડે ભૂકંપ અનુભવાયો
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મ્યાનમારમાં 2 જાન્યુઆરીએ 3:15 મિનિટ 53 સેકન્ડે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારમાં ભૂગર્ભમાં 85 કિલોમીટરની ઉંડાઈએ છે.
ગઈકાલે લદ્દાખમાં પણ 3.6નો આંચકો અનુભવાયો
આ પહેલા ભારતના લદ્દાખમાં પણ નાનો ભૂકંપ આવ્યો હતો. NCS અનુસાર, લદ્દાખમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી. તેના આંચકા 1 જાન્યુઆરીએ 10:15 મિનિટ અને 29 સેકન્ડે અનુભવાયા હતા. તેનું કેન્દ્ર ભૂગર્ભમાં 10 કિલોમીટરની ઊંડાઈ પર હતું.
જાપાનમાં ભૂકંપના કારણે તબાહી મચી ગઈ
જાપાનમાં સોમવારે આવેલા ભૂકંપ બાદ 34,000 ઘરોમાં વીજળીનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. ભૂકંપના કારણે રસ્તાઓમાં તિરાડો પડી જવાને કારણે દેશના ઘણા મોટા હાઈવે બંધ કરવા પડ્યા હતા. મળતી માહિતિ અનુસાર જાપાનના પશ્ચિમી તટના કેટલાક ભાગોમાં સુનામીનો ખતરો છે અને તેથી સ્થાનિક લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે.


