- રામમંદિરના ઉદ્ઘાટન પહેલા AMCનો મોટો નિર્ણય
- રામાયણના પાત્રોના નામ પર બ્રિજ અને ગાર્ડનના નામ
- રાજેન્દ્ર પાર્ક બ્રિજ, વિરાટનગર – શ્રી રામરાજ્ય બ્રિજ
અમદાવાદમાં રામમંદિરના ઉદ્ઘાટન પહેલા AMCનો મોટો નિર્ણય સામે આવ્યો છે. જેમાં રામાયણના પાત્રોના નામ પર બ્રિજ અને ગાર્ડનના નામ અપાશે. શહેરના ઓઢવ અને વિરાટનગરમાં આવેલા પ્રોજેક્ટના નામ કરણ થશે. તેમાં બ્રિજ, ગાર્ડન અને તળાવના નામાભિકરણ રામાયણના પાત્રો પર હશે.
બ્રિજ, તળાવ, ગાર્ડનને રામાયણ પર નામ અપાશે
અમદાવાદ પણ હવે રામરાજ્ય જોવા મળશે. જેમાં બ્રિજ, તળાવ, ગાર્ડનને રામાયણ પર નામ અપાશે. ત્યારે રાજેન્દ્ર પાર્ક બ્રિજ, વિરાટનગર – શ્રી રામરાજ્ય બ્રિજ તથા અજીત મિલ બ્રિજ, વિટારનગર – શ્રી લક્ષ્મણ બ્રિજ તેમજ જીઆઇડીસી પાર્ટી પ્લોટ, ઓઢવ – શ્રી રામ પાર્ટી પ્લોટ અને શિવદર્શન સોસાયટી પાસેનું ગાર્ડન, ઓઢવ – શ્રી શબરી વાટિકા, ઓઢવ ગામ ગાર્ડન – શ્રી અયોધ્યા વન તથા ઓઢવ ગામ તળાવ – શ્રી લવકુશ તળાવ અને લાઇબ્રેરી અંબિકાનગર, ઓઢવ – વાલ્મીકી ઋષિ લાઇબ્રેરી તરીકે હવે ઓળખાશે.
સોમપુરા પરિવારે મંદિરની ડિઝાઈન તૈયાર કરી
સોનાની ચાલી બ્રિજ, વિરાટનગ – શ્રી રામ સેતુ તથા ફુવારા સર્કલ , વિટારનગર – શ્રી કેસરી નંદન ચોક અને આંજણા ચોક 100 ફુટ રોડ ઓઢવ – શ્રી અર્બુદા દેવી ચોક તરીકે નામ કરણ કરવામાં આવશે. રામમંદિરના નિર્માણનું કાર્ય વહેલી તકે સંપન્ન થાય માટે રાત દિવસ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. L&T રામ મંદિરનું નિર્માણ કરી કરી રહી છે. અમદાવાદના સોમપુરા પરિવારે મંદિરની ડિઝાઈન તૈયાર કરી છે.
રામ મંદિરના નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે
રામ મંદિરના નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. 22 જાન્યુઆરીએ રામમંદિરમાં રામલલ્લાની પ્રતિમાં પ્રાણ પ્રતિષ્ઠિત કરવાશે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. લાંબા સમયના ઇતેજાર બાદ અયોધ્યામા રામમંદિરના નિર્માણનું કાર્ય સાકાર થઇ રહ્યા છે અને રામ લલ્લા તેના સ્થાને લાંબી પ્રતિક્ષા બાદ સ્થાપિત થશે. જેને લઇને માત્ર અયોધ્યામાં જ નહિ પરતુ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. 22 જાન્યુઆરી ફરી સમગ્ર દેશમાં દિવાળી ઉજવાશે. 67 એકરમાં રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે, ત્યારે અમદાવાદમાં પણ રામરાજ્ય જોવા મળશે.


