- છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 636 કેસ
- દેશમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે
- એક દિવસમાં સારવારને કારણે 548 લોકો કોરોનાથી સાજા થયા
રાજધાની દિલ્હીમાં ઇન્ડિયા ગેટ ખાતે સોમવારે 2024ના વર્ષના પહેલા દિવસે સહેલાણીઓની ભારે ભીડ જામી હતી. રાત્રિના સમયે ઇન્ડિયા ગેટનો નજારો જોવા અને માહોલને માણવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. સોમવારે દેશભરના જાણીતા યાત્રાધામો સહિતના ધાર્મિક સ્થળો તેમજ પર્યટન સ્થળોએ પણ યાત્રાળુઓ/સહેલાણીઓની ભીડ જોવા મળી હતી.
દેશમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 636 કેસ નોંધાયા છે જ્યારે 3 દર્દીઓનાં મોત થયાં છે. કેરળમાં 2 અને તામિલનાડુમાં એક દર્દીનું મોત થયું છે. એક્ટિવ કેસ વધીને 4394 થયા છે. એક દિવસમાં સારવારને કારણે 548 લોકો કોરોનાથી સાજા થયા છે.
છેલ્લા 3 વર્ષમાં સાજા થનારની સંખ્યા 4.44 કરોડ થવા પામી છે. નેશનલ રિકવરી રેટ 98.81 ટકા થયો છે. મૃત્યુ દર 1.18 ટકા નોંધાયો છે. રવિવારે દેશમાં કોરોનાના નવા 841 કેસ નોંધાયા હતા જેમાં સોમવારે ઘટાડો થયો હતો.


