- પ્રધાનમંત્રીએ રેસ્ક્યૂ ઓપરેશનમાં સુરક્ષા દળોની સંખ્યા વધારવાનો નિર્ણય
- જાપાનમાં એક જ દિવસમાં અનુભવાયા હતા સતત 155 ભૂકંપના આંચકા
- એરપોર્ટ પર વિમાનોની ટક્કર બાદ આવ્યું હતું પીએમ કિશિદાનું નિવેદન
નવા વર્ષની શરૂઆતની સાથે જ પહેલી જાન્યુઆરી સોમવારના રોજ જાપાનમાં સતત 155 ભૂકંપના ઝટકા અનુભવાયા. જેમાં મોતને ભેટનાર લોકોની સંખ્યા સતત વધી રહી છે. મૃત્યુઆંક હવે વધીને 64 થઈ ગયો છે. કાટમાળ અને તૂટેલા રસ્તાઓ રેસ્ક્યૂ ઓપરેશનમાં અડચણ બની રહ્યા છે.
વરસાદ અને ભૂસ્ખલનનો ખતરો
ભૂકંપને કારણે ઇશિકાવા પ્રાંતમાં વાજિમા શહેરમાં ઘણી ઇમારતોને નુકસાન થયું છે. સાથે સાથે, અનેક વિસ્તારોમાં આગ પણ ફાટી નીકળી હતી. જો કે, હજુ સુધી કેટલું નુકસાન થયું છે તેનું આંકલન હજુ સુધી થઈ શક્યું નથી. જાપાનના હવામાન વિભાગે ભૂકંપ બાદ ગુરુવારે તૂટક તૂટક વરસાદની સાથે ભૂસ્ખલનની સંભાવના વ્યક્ત કરી છે. જાપાન ડિફેન્સ ફોર્સિસ (JSDF)ને બચાવ કામગીરી માટે નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. તેઓ હેલિકોપ્ટર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને જરૂરી વસ્તુઓ પહોંચાડશે. સ્થાનિક સત્તાવાળાઓએ કેન્દ્ર સરકારને બચાવ અભિયાન માટે SDF જવાનો મોકલવા વિનંતી કરી હતી.
વિમાનોની ટક્કર બાદ આવ્યું હતું પીએમ કિશિદાનું નિવેદન
બુધવારે એક પત્રકાર પરિષદને સંબોધતા, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ જણાવ્યું હતું કે સરકારે નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરતા SDF કર્મચારીઓની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. PM કિશિદાનું નિવેદન ત્યારે આવ્યું જ્યારે જાપાન એરલાઈન્સ મંગળવારે ટોક્યોના હનેદા એરપોર્ટ પર. પ્લેન અને જાપાન કોસ્ટ ગાર્ડનું વિમાન રનવે પર અથડાયું હતું. બંને વિમાનોમાં બચાવ સામગ્રી લઈ જવામાં આવી રહી હતી.
આ ઘટનાનો ઉલ્લેખ કરતા પીએમ કિશિદાએ કહ્યું, ‘મને આશા છે કે આ ઘટનાની વધુ અસર થઈ નથી અને વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે.’ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપના કારણે ઈમારતો ધરાશાયી થવાને કારણે હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે. વજીમા શહેરમાં 1 જાન્યુઆરીએ સાતની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.


