- ન્યાય યાત્રાની તૈયારીઓ અને રૂટ ફાઇનલ કરાશે
- ન્યાય યાત્રા 14 જાન્યુઆરીએ મણીપુરથી શરૂ થશે
- તમામ રાજ્યના કોંગ્રેસના નેતાઓ રહેશે હાજર
રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા અને લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં કોંગ્રેસ આજે મંથન કરશે. સવારે 11 વાગ્યાથી કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે પાર્ટીના મહાસચિવ/પ્રભારી, પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય પક્ષના નેતાઓ સાથે બેઠક થશે. જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત તમામ મોટા નેતાઓ ભાગ લેશે.
કયા મુદ્દાઓ પર ચર્ચા થશે
બેઠકમાં લોકસભા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. તેમજ રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રાના મુદ્દાઓ અને રૂટ અને તેને સફળ બનાવવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. લગભગ 100 નેતાઓ સાથે ખડગે મંથન 2024માં સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે ચૂંટણી લડવાની રણનીતિ પર ચર્ચા કરશે.
બેઠક વહેંચણીનો મુદ્દો
જાણકારી અનુસાર સંભવિત ગઠબંધન રાજ્યોના નેતાઓ પણ સીટ વહેંચણીનો મુદ્દો ઉઠાવી શકે છે. પંજાબ, દિલ્હી, બિહાર, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં કોંગ્રેસે કેટલી બેઠકો પર ચૂંટણી લડવી તે મુદ્દાને રાજ્યોના નેતાઓ પણ ઉઠાવી શકે છે. સંગઠનમાં તાજેતરના ફેરફારો બાદ આ પ્રથમ મોટી બેઠક છે.
ચૂંટણી તૈયારીઓ પર ચર્ચા
તાજેતરના કેટલાક મહિનામાં કોંગ્રેસ નેતૃત્વએ વિવિધ રાજ્યોના નેતાઓ સાથે બેઠક કરી છે અને તેમના રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરી છે. ભારત ન્યાય યાત્રા એ સપ્ટેમ્બર 2022 થી જાન્યુઆરી 2023 વચ્ચે આયોજિત ભારત જોડો યાત્રાની બીજી આવૃત્તિ છે. ન્યાય યાત્રા 14 જાન્યુઆરીએ મણિપુરની રાજધાની ઈમ્ફાલથી શરૂ થશે અને 20 માર્ચે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં સમાપ્ત થશે. ભારતના પૂર્વથી પશ્ચિમ ભાગ સુધીની આ યાત્રા એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા લોકો સુધી પહોંચવા અને તેમની સાથે જોડાવાનો કોંગ્રેસનો પ્રયાસ છે.
ભારત ન્યાય યાત્રામાં આ બાબતો રહેશે ખાસ
- યાત્રાનો લોગો અને ડિઝાઇનની 4 જાન્યુઆરીએ જાહેરાત કરાશે
- 8મીએ યાત્રાનો રૂટ જાહેર થશે
- 12મીએ થીમ સોંગ લોન્ચ થશે
- રાહુલ આ પ્રવાસ દરમિયાન કન્ટેનરમાં પણ રહી શકે છે. આ અંગે રૂટ મુજબ સુરક્ષા જોવામાં આવી રહી છે.


