- માહી લાઈવ બેકરીમાંથી મળી આવ્યો જથ્થો
- 145 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો છે
- સીંગતેલમાં પણ ભેળસેળ મળી આવી
રાજકોટમાં ભેળસેળિયા વેપારીઓ બેફામ બન્યા છે. જેમાં લાઈવ બેકરીમાંથી વાસી કેકનો જથ્થો મળી આવ્યો છે. તેમાં માહી લાઈવ બેકરી નામ ધરાવતી દુકાનમાં આ વાસી કેસનો જથ્થો વેચાતો હતો. જેમાં 145 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો છે.
સીંગતેલમાં પણ ભેળસેળ મળી આવી છે
સીંગતેલમાં પણ ભેળસેળ મળી આવી છે. ત્યારે 10 અલગ-અલગ જગ્યાએથી સીંગતેલના નમુના લેવાયા છે. લાઈસન્સ વિના ધંધો કરતા ધંધાર્થીઓને નોટિસ ફટકારાઈ છે. તેમજ 19 ધંધાર્થીઓને નોટિસ ફટકારવામા આવતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. માહી લાઈવ બેકરીમાંથી એસેન્સ, ફ્લેવર્સ, બેકરી ફેટ સહિત કુલ 145 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો છે. જેમાં કે.કે. લાઈવ પફમાંથી પણ 9 કિલો વાસી સોસ મળી આવ્યો છે.

ટોસ્ટમાંથી સેકરીન, સિન્થેટિક કલરની ભેળસેળ મળી આવી હતી
દાણાપીઠ, જુના માર્કેટિંગ યાર્ડ, પરાબજાર સહિત 10 અલગ અલગ જગ્યાએથી સીંગતેલના નમુના લેવાયા છે. ફૂડ લાઇસન્સ વિના ધંધો કરતા 19 ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી છે. કેટલાક લોકોને બહારનું ખાવાનું વધારે પસંદ હોય છે. તેવામાં લોકોની આ આદતનો લાભ લઈને વેપારીઓ અનેક વસ્તુઓમાં ભેળસેળ કરીને વેચતા હોય છે. દૂધ, જીરૂ, પનીર આવી અનેક વસ્તુઓ છે જેમાં ભેળસળ થતી આવી છે. થોડા સમય પહેલા રાજકોટમાં ટોસ્ટના નમૂના ફેલ મળી આવ્યા હતા. રાજકોટની નામાંકીત ભારત બેકરીનાં ટોસ્ટના નમૂના ફેલ થયા હતા. ટોસ્ટમાંથી સેકરીન, સિન્થેટિક કલરની ભેળસેળ મળી આવી હતી.


