ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધનું પરિણામ ભલે કાંઈ ન નીકળે પરંતુ ત્યાંના નાગરિકોની પરિસ્થિતિ એવી ખરાબ બની છે કે વાંત ન પૂછો. યુદ્ધમાં માત્ર એક દેશની એક પેઢી જ નહીં પરંતુ પેઢીઓએ ભોગવવું પડતું હોય છે. એક એવી જ વિચલિત કરનારી સ્ટોરી ઈઝરાયલ-હમાસ યુદ્ધ સ્થળેથી આવી છે.
જે પરિસ્થિતિમાં મહિલાઓને વધુ આરામની જરૂર હોય, તે સ્થિતિમાં મહિલા પાંચ કિલોમીટર સુધી પગપાળા ચાીલી અને બાળકોને સિઝેરિયન ઑપરેશનથી પેદા કર્યા પછી તરત જ આગામી સંઘર્ષ માટે તૈયાર થઈ ગઈ. ઉત્તર પેલેસ્ટિનમાં એક મહિલા પ્રગન્ન્ટ હતી. સ્થિતિ કંઈક એવી બની કે તેને લેબર પેઈનની સ્થિતિમાં પગપાળા ચાલીને હોસ્પિટલ જવું પડયું હતું.
દારૂગોળા વચ્ચે ચાર બાળકોનો જન્મ
સગર્ભા મહિલા યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં અનેક માઈલ પગપાળા ચાલીને હોસ્પિટલ પહોંચી અને ચાર બાળકોને જન્મ આપ્યો હતો. આ મહિલાનું નામ અલ મસરી છે અને ઈઝરાયલના હમાસ પર હુમલા બાદ તે સુરક્ષાની શોધમાં પગપાળા નીકળી પડી હતી. 28 વર્ષની અલ મરસી અનુસાર તેને શરણાર્થી કેમ્પ સુધી જવા માટે પાંચ કિલોમીટર સુધી જવું પડયું. જો કે તે સગર્ભા હોવાથી તેની સ્થિતિ ખરાબ થવા લાગી તો તે હોસ્પિટલ જતી રહી. અહીં તેણે બે બાળકી અને બે પુત્રોને જન્મ આપ્યો હતો.
પ્રસૂતિ પછી તરત હોસ્પિટલ છોડયું
સામાન્ય રીતે સી-સેક્શન ડિલિવરી પછી મહિલાઓને ત્રણથી ચાર દિવસ તબીબોના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે છે. પરંતુ મસરીને તરત જ હોસ્પિટલ છોડ઼વાનું કહેવાયું હતું. કારણ કે તેના એક બાળકની હાલત ગંભીર હતી. આવામાં તે ત્રણ બાળકોને લઈ ત્યાંથી નીકળી ગઈ અને હવે એક કેમ્પમાં રહી રહી છે. ત્યાં તેના પતિનું કહેવું છે કે બાળકો અને પત્નીને તે કંઈપણ નથી આપી રહ્યો. અહીં સુધી કે તે ખાવાનું શોધવામાં ભટકી રહ્યા છે.


