- ભાજપ નેતા દ્વારા ચલાવતી હોસ્ટેલમાંથી કાઢી મુક્યા
- ભૂમિ કુમાર છાત્રાલય સમાજ કલ્યાણની ગ્રાન્ટ હેઠળ ચાલે છે
- જિલ્લા કલેકટરને સમગ્ર મામલાની રજૂઆત કરાઈ
ભાજપના નેતા દ્વારા ચલાવતી હોસ્ટેલ
પાલનપુર- અંબાજી હાઈવે પર ભાજપના નેતા દ્વારા ચલાવતી હોસ્ટેલના વિદ્યાર્થીઓને કાઢી મૂક્યા ના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ સમાજ કલ્યાણ અધિકારી અને કલેક્ટરને રજૂઆત કરી હતી. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનું શોષણ અને ભોજનમાં અનિયમિતતાને લઈને રજૂઆત કરતાં વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી હાંકી કઢાયા હોવાનો આક્ષેપ.
જિલ્લા કલેકટરને રજૂઆત કરાઈ
પાલનપુર -અંબાજી હાઈવે પર આવેલી ભૂમિ કુમાર છાત્રાલય જે સમાજ કલ્યાણની ગ્રાન્ટ હેઠળ ચાલે છે. જે છાત્રાલયનું સંચાલન પાલનપુર નગરપાલિકા ભાજપના પૂર્વ પ્રમુખ કરી રહ્યા છે. જેમાં અંદાજિત 50 વિદ્યાર્થીઓ નિર્વાહ કરે છે. જો કે આજે હોસ્ટેલના 30 જેટલાં વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં જમવાનું ન મળતું હોવાના આક્ષેપ સાથે સૂત્રોચાર કરી સમાજ કલ્યાણની કચેરીએ પહોંચા હતા અને રજૂઆત કરી હતી. ત્યારબાદ કલેક્ટર કચેરી પહોંચી જિલ્લા કલેકટરને પણ સમગ્ર મામલાની રજૂઆત કરાઈ હતી.
વિદ્યાર્થીઓનો આક્ષેપ
જો કે જિલ્લા કલેકટરને રજૂઆત કરવા પહોંચેલા વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરાયા છે કે, હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પર જે ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે તેને લઈને અગાઉ વિદ્યાર્થીઓએ સમાજ કલ્યાણ અધિકારીને રજૂઆત કરી હતી. ત્યારે હોસ્ટેલના સંચાલક દ્વારા આ વિદ્યાર્થીઓને હોસ્ટેલ બહાર કાઢી દેવાયા છે.
હોસ્ટેલ સંચાલકનું કહેવું છે કે
આ 30 વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી અનિયમિત હતો અને જેને કારણે તેનું એડમિશન રદ કર્યું છે જો કે બીજા વિદ્યાર્થીઓ પર અસર ન થાય તે હેતુથી આ વિદ્યાર્થીની હોસ્ટેલમાં જરૂર નથી જોકે બીજા વિદ્યાર્થીઓ વિદ્યાર્થી સાથે પોલિટિકલી જોડાયા છે અને આ પ્રકારનું વાતાવરણ ઊભું કર્યું છે નેતાનું કહેવું છે કે જો વિદ્યાર્થીઓ આવી અને લેખિતમાં માફી માગશે તો તેમને સ્વીકાર થશે જોકે તેઓએ સમાજ કલ્યાણ અધિકારીએ પણ વિદ્યાર્થીઓ બે દિવસથી જમ્યા ન હોય તેવો પત્ર લખ્યો છે પરંતુ 30 જેટલા વિદ્યાર્થીઓ જે હોસ્ટેલ છોડી અને કલેક્ટર કચેરીએ આવ્યા છે. ત્યારે હવે કલેક્ટર કક્ષાએથી કયા પ્રકારની તપાસ થાય છે તે જોવું રહ્યું.


