- શિવ પરિવાર રામોત્સવનો બેનર હેઠળ કાર્યક્રમો કરશે
- 17 થી 22 જાન્યુઆરી વડોદરામાં વિવિધ કાર્યક્રમો
- 500 બ્રાહ્મણો વૈદિક મંત્રોચાર સાથે રામધૂન કરશે
શિવ પરિવાર રામોત્સવની ઉજવણી કરશે
અયોધ્યામાં રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વડોદરામાં યોજાશે રામોત્સવ અંતર્ગત કાર્યક્રમો. શિવ પરિવાર દ્વારા રામોત્સવના બેનર હેઠળ આયોજિત કરાયા છે અનેક કાર્યક્રમો.
વડોદરા શહેર ભક્તિના રંગે રંગાઈ જશે
મળતી માહિતી મુજબ, અયોધ્યા રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અયોધ્યામાં રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વડોદરામાં યોજાશે રામોત્સવ અંતર્ગત કાર્યક્રમો. શિવ પરિવાર દ્વારા રામોત્સવના બેનર હેઠળ અનેક કાર્યક્રમો કરવાનું આયોજન કરાયું છે. તારીખ 17 થી 22 જાન્યુઆરી સુધી વડોદરા શહેર ભક્તિના રંગે રંગાઈ જશે.
સનાતન ધર્મ વિજય યાત્રા નીકળશે
વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ શિવ પરિવારના અગ્રણી છે. તારીખ 17 મી જાન્યુઆરીએ સનાતન ધર્મ વિજય યાત્રા નીકળશે અને ભવ્ય આતશબાજી કરવામાં આવશે સાથે થશે રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના સુરસાગર તળાવ ખાતે 500 બ્રાહ્મણો દ્વારા 22 મી જાન્યુઆરીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે રામધૂન બોલાવવામાં આવશે.
6 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો
ધારાસભ્ય યોગેશ પટેલે અયોધ્યા રામલ્લાની પ્રાણપ્રતિષ્ટાને લઈને વડોદરા શહેરમાં છ દિવસ સુધી રામોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે તે અંગે માહિતી આપી હતી.
વડોદરાના સોની પરિવારને આમંત્રણ
ગુજરાતના વડોદરામાં એક પરિવારને અયોધ્યાનું ખાસ આમંત્રણ મળ્યું છે. ગુજરાતના વડોદરાના એક સોની પરિવારને અયોધ્યા રામ મંદિરનું આમંત્રણ મળ્યું છે. આ સોની પરિવારને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
કાર સેવક રાજેશ સોની
મળતી માહિતી મુજબ, લાખો લોકોની શ્રદ્ધા અને સનાતન ધર્મની રક્ષા માટેના સમગ્ર દેશના કેન્દ્ર બિંદુ સમાન સૌથી વધુ પવિત્ર ગણાતી ભૂમિ અયોધ્યામાં રામમંદિરનું હવે નિર્માણ કાર્ય થવાથી અને આગામી સમયમાં રામમામદિર ખુલ્લું મુકાવાનું હોવાથી 1992માં અયોધ્યામાં કાર સેવામાં જોડાઈને અનેક કષ્ટો વેઠનાર કાર સેવકોમાંના એક એવા કાર સેવા રાજેશ સોની કાર સેવા દરમિયાન શહિદ થયા હતા. કાર સેવક રાજેશ સોની માત્ર 18 વર્ષની ઉંમરે જ ધર્મ માટે શહીદ થયા હતા.


