- PM મોદી અને UAE રાષ્ટ્રપ્રમુખ સાથે ગાંધીનગર આવશે
- રૂટ પર 28 જેટલા સ્ટેજ ગોઠવવામાં આવ્યા
- અલગ-અલગ રાજ્યોની ઝાંખી તૈયાર કરવામાં આવી
વાઈબ્રન્ટ ગુજરાત 2024ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAE ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન રોડ શો યોજાશે. આ વચ્ચે એરપોર્ટથી ગાંધીનગર સુધી રોડ શો યોજાશે. આ માટે રૂટ પર 28 જેટલા સ્ટેજ ગોઠવવામાં આવ્યા છે.
Live Update :
રોડ-શો પહેલાં લોકોએ જય શ્રીરામના નારા લગાવ્યા
વડાપ્રધાન મોદીના રોડ શોમાં પંજાબી નૃત્યનું જોરદાર પરફોર્મન્સ

રોડ-શોમાં નાના બાળકો દ્વારા યોગાસન દ્વારા સુંદર પર્ફોમન્સ

આ માટે લોકોની ભીડ એકત્ર થવા લાગી છે. વડાપ્રધાન મોદી અને UAE ના રાષ્ટ્રપતિના રોડ શો માટે દેશભરના અલગ-અલગ રાજ્યોની ઝાંખી તૈયાર કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટથી સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન રોડ શો યોજાશે. જેના માટે પોલીસ વિભાગ દ્વારા પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

રોડ-શો પર મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ શકે છે. જેના માટે પોલીસ દ્વારા વિવિધ રોડના ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. રોડ-શો દરમિયાન અમદાવાદના 17 હજારથી વધુ શિક્ષકો અને વિદ્યાર્થીઓ અભિવાદન ઝીલશે. તેમજ ધારાસભ્યો અને કોર્પોરેટરો દ્વારા પણ અલગ અલગ સ્ટોપ પર વડાપ્રધાન મોદીને આવકારવા માટેની તૈયારીઓ કરવામાં આવી છે.
રોડ શોના રૂટ પર અલગ અલગ સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. એક સ્વાગત પોઈન્ટ પર આસામનું સાંસ્કૃતિક નૃત્ય બીહુ રજૂ કરવામાં આવશે. જેનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. બીજા એક સ્વાગત પોઈન્ટ પર ગુજરાતની પરંપરાગત ભવાઈના વેશની ઝાંખી જોવા મળી રહી છે. તેમજ રાજસ્થાની નૃત્ય સાથે પણ કેટલીક મહિલાઓ જોવા મળી રહી છે.

એરપોર્ટ સર્કલથી લઇને ઇન્દિરા બ્રિજ સુધી લોકો પીએમ મોદી અને UAEના પ્રેસિડેન્ટના રોડ શોને લઈને આતુર જોવા મળી રહ્યા છે. લોકો હાથમાં ઇન્ડિયા અને UAEના ઝંડા સાથે કતારમાં ઉભા છે. અલગ અલગ રાજ્યોના સાંસ્કૃતિ નૃત્ય પણ રોડ શોના રૂટ પર જોવા મળશે.
આ તરફ સુરક્ષાને ધ્યાનમાં લઈને PM મોદીના રોડ શોને લઈ લોખંડી બંદોબસ્ત જોવા મળ્યો છે. ત્યારે ગૃહ રાજ્ય મંત્રી દ્વારા રોડ-શોના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાં હર્ષ સંઘવી રોડ-શો રૂટ પર પગપાળા નીકળ્યા છે. એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી પગપાળા નિરીક્ષણ કર્યું હતુ.


