- સોલા સિવિલમાં VIP, VVIP લોકોની સારવારની જવાબદારી
- આરોગ્ય વિભાગના જનરલ સેક્રેટરીએ કરી વ્યવસ્થાની સમીક્ષા
- VVIP સ્પેશિયલ રુમ પણ હોસ્પિટલમાં તૈયાર કરાયા
ગુજરાત વાયબ્રન્ટ સમિટને લઈ આરોગ્ય વિભાગ સજ્જ થયુ છે. જેમાં સોલા સિવિલમાં VIP, VVIP લોકોની સારવારની જવાબદારી છે. આરોગ્ય વિભાગના જનરલ સેક્રેટરીએ વ્યવસ્થાની સમીક્ષા કરી છે. 24 કલાક માટે નિષ્ણાંત ડૉક્ટર્સની ટીમ તૈનાત છે. VVIP સ્પેશિયલ રુમ પણ હોસ્પિટલમાં તૈયાર કરાયા છે.
CT સ્કેન અને સ્પેશિયલ ઓપરેશન થિયેટર પણ તૈયાર
CT સ્કેન અને સ્પેશિયલ ઓપરેશન થિયેટર પણ તૈયાર કરાયુ છે. તથા વેન્ટિલેટર, ઓક્સિજન, X-RAY સહિતની તમામ તૈયારીઓ કરાઈ છે. ગાંધીનગર અને અસારવા સિવિલ કરતાં સોલા સિવિલ વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીમાં નંબર-1 છે. આરોગ્ય વિભાગના જનરલ સેક્રેટરી ધનંજય ત્રિવેદીએ હોસ્પિટલની સમીક્ષા કરી હતી. વાઈબ્રન્ટ ગુજરાતમાં આવનાર તમામ વીઆઇપી લોકોની સારવારની જવાબદારી સોલા સિવિલ હોસ્પિટલના શિરે મૂકવામાં આવી છે.

કોવિડ બાદ પ્રથમ વખત વાઇબ્રન્ટ સમિત ગુજરાત
ગુજરાતમાં કોવિડ બાદ પ્રથમ વખત વાઇબ્રન્ટ સમિત ગુજરાતમાં 10 મી જાન્યુઆરીથી શરૂ થવાની છે. જેની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જેમાં વિદેશથી તમામ ડેલિગેટ્સ ખાસ ગુજરાતની મહેમાનગતિ માણવા આવવાના છે. જેમના આરોગ્યની સંપૂર્ણ જવાબદારી ગુજરાતનાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને સોંપવામાં આવી છે. તમામ ડેલિગેટ્સના આરોગ્યની જવાબદારીઓ આરોગ્ય સેક્રેટરી ધનજય ત્રિવેદી અને તમામ આરોગ્ય અધિકારીઓને સોંપવામાં આવી છે. જેને લઈને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગ દ્વારા ગાંધીનગર સિવિલ, અસારવા સિવિલ અને સોલા સિવિલ ખાતે તમામ ડેલિગેટ્સના આરોગ્યની તૈયારીઓ કરવામાં આવી છે. વાઇબ્રન્ટ સમિટમાં આવતા તમામ વિદેશી મહેમાનોને કોઈ ઇમરજન્સી આવે અથવા કોઈ હોનારત સર્જાય તો તમામ વ્યવસ્થાઓ અગમચેતીના ભાગરુપે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે.
વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા 136 દેશની કંપનીઓ આવી
આરોગ્ય વિભાગના સેક્રેટરીએ ખાસ સોલા સિવિલ, ગાંધીનગર સિવિલ અને અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે કરાયેલી વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી. વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા 136 દેશની કંપનીઓ, સંસ્થાઓ અને પ્રતિનિધિઓએ રજીસ્ટેશન કરાવ્યું છે. અંબાણીના ચેરમેન, મુકેશ અંબાણી, ટાટા સહિતની તમામ ટોપ મોસ્ટ કંપનીઓના ચેરમેન પણ ખાસ હાજરી આપવાના છે. જેના આરોગ્યની તમામ જવાબદારીઓ આરોગ્ય વિભાગના હાથમાં છે. જેથી આરોગ્યની વ્યવસ્થામાં કોઈ પ્રકારની ચૂક ન રહે તે માટે એરપોર્ટથી લઈને ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટ સુધી તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.


