- પ્રથમ બેઠકમાં મોનિકા શાહે રાગ જયજયવંતી દેશ અંગમાં રજૂ કર્યો
- રાગ મિશ્રા કાફીમાં પંજાબી ઠેકામાં રજૂ કર્યો
- બીજી બેઠકમાં કાર્તિક શેષાદ્રીનું સિતારવાદન
આઠમી રાત્રીની સ્મરણ સભા આર્કાઇવ્સમાં 6-1-1992 કાશીરામ અગ્રવાલ હોલ ખાતેના વાર્ષિક કાર્યક્રમની કોન્સર્ટમાં વિદૂષી ગિરિજા દેવીનું ગાયન ‘ટપ્પા’ પંડિત કિશન મહારાજની તબલા સંગતમાં થયું હતું. જેના ઓડિયો કલેક્શનની પ્રસ્તુતિનું શ્રાવણ થયું હતું. હાર્મોનિયમ સાથ ચિરંજીલાલ તન્વરે આપ્યો હતો.
પ્રથમ બેઠક
રાત્રીની પ્રથમ બેઠકમાં સ્થાનિક સુજ્ઞશ્રી મોનિકા શાહનું શાસ્ત્રીય ગાયન-બિમલ ભટ્ટાચાર્યની તબલા સંગત અને આકાશ જોષીની હાર્મોનિયમ સહાયમાં થયું હતું. મોનિકા શાહ શાસ્ત્રીય ગાયક અને અર્ધશાસ્ત્રીય ગાયક વિદૂષી ગિરિજાદેવીના શિષ્યા છે. તેમણે કિરાના ઘરાનાના પ્રદિપ્તા ગાંગુલી પાસે તાલીમ લીધી છે. તબલા સંગતના બિમલ ભટ્ટાચાર્ય કોલકાતા ખાતે તેમના ગુરુ તપનકુમાર બેનરજી પાસેથી 1972થી તાલીમ લઈ રહ્યા છે. અને ફરૂખાબાદ ઘરાનાના પ્રસિદ્ધ શંકર ઘોષના વરિષ્ઠ શિષ્ય છે. હાર્મોનિયમના આકાશ જોશી વાદક-ગાયક અને સંગીતકાર છે. તેઓ તુલસીદાસ બોરિકર- શિશિરચંદ્ર ભટ્ટ અને મોનિકા શાહના શિષ્ય છે.
મોનિકા શાહે પ્રથમ ચરણમાં રાગ જયજયવંતી ‘દેશ’ અંગમાં રજૂ કર્યો. તેઓએ ‘લતા માયા સજની બંદિશ વિલંબિત એક તાલમાં પ્રસ્તુત કરી હતી. મધ્યલય તીનતાલમાં ‘બીનતી કા કરીએ બાતજો’ ત્યારબાદ રાગ દેશમાં ‘હૈ મોરા સૈયા બુલાએ રાત’ ઝપતાલમાં અંતમાં મિશ્રા કાફીમાં ટપ્પા’ પંજાબી ઠેકામાં રજૂ કર્યા હતા.
બીજી બેઠક
રાત્રીની બીજી બેઠકમાં કાર્તિક શેષાદ્રિનું સિતારવાદન શુભ મહારાજની તબલા સંગતમાં રજૂ થયું હતું. કાર્તિક શેષાદ્રિની પ્રારંભિક તાલીમ બિષ્નુપુર ઘરાનાના શંકરરાવ સાથે થઈ બાદમાં પ્રખ્યાત સિતારવાદક-ગુરુ રવિશંકર પાસે વધુ તાલીમ થઈ છે. તેમણે સમગ્ર વિશ્વના અનેક દેશોમાં સિતારવાદન પ્રસ્તુત કર્યું છે. તેઓ યુનિ. ઑફ કેલિફોર્નિયા, સાન ડિએગો ખાતે ભારતીય શાસ્ત્રીય સંગીત વિભાગના ડિરેક્ટર છે. તબલા સંગતમાં શુભ મહારાજ બનારસ સંગીત પરિવારમાંથી આવે છે. તેઓ કિશનમહારાજના દોહીત્રા છે. દાદા કિશન મહારાજના ગંડાબંધ શિષ્ય અને બનારસ ઘરાનાનું વાદન પ્રસ્તુત કરે છે.
રાત્રીની બીજી બેઠકમાં કાર્તિક શેષાદ્રિએ રાગ ‘હેમબિહાગ’ની પ્રસ્તુતિ સાડા દસ માત્રાના તાલમાં કરી હતી. જે બંદિશ તેઓના દાદા ગુરુ બાબા અલાઉદ્દીન ખાનનો પ્રિય રાગ છે. ત્યારબાદ તેમણે પોતાની સ્વરબદ્ધ કરેલી એક ગત પ્રસ્તુત કરી હતી. તબલા ઉપર શુભ મહારાજની સંગતમાં શ્રોતાઓને ઉજાણી થઈ હતી.
ત્રીજી બેઠક
અંતિમ બેઠકમાં અજોય ચક્રવર્તીનું શાસ્ત્રીય ગાયન પંજાબ ઘરાનાના જાણીતા તબલાવાદક યોગેશ સમસ્તની સંગતમાં અને જ્યોર્તિમય બેનરજીની હાર્મોનિયમ સરાયમાં થયું હતું. અજોય ચક્રવર્તીની પ્રથમ તાલીમ પિતા અજિત ચક્રવર્તી તેઓની માતાઓ મહામાયા દેવી અને જયંતી દેવી તેમના પ્રથમ ગુરુ હતા. ત્યારબાદ પન્નાલાલ સામેતા, કનૈદાસ બૈરાગી અમિયોરંજન બેનરજી પાસે અને અંતમાં જ્ઞાનપ્રકાશ ઘોષ અને મુનાવરખાને તેમના પતિયાલા ઘરાનાની તાલીમ આપી. તેમના ગાયનમાં જયપુર, આગ્રા, કિરાના અને ગ્વાલિયર ઘરાનાની લાક્ષણિકતાઓ રજૂ થાય છે. તબલા પર યોગેશ સમસ્ત પંજાબ ઘરાનાના અલ્લારખ્ખાના શિષ્ય તેમણે તેમની પાસે 23 વર્ષ તાલીમ લીઘી. પ્રથમ દીક્ષા પિતા પાસે ચાર વર્ષની ઉંમરે બાદમાં તારાનાથ રાવ પાસે લીધી છે. આજે તેઓ વિશ્વમાં પ્રસિદ્ધ તબલાવાદની ખ્યાતિ મેળવી ચૂક્યા છે. જ્યોર્તિમય અજોય ચક્રવર્તીના શિષ્ય છે. સમાપન બેઠકમાં અજોય ચક્રવર્તીને સાંભળવા સમગ્ર ગુજરાતના અલગ અલગ ક્ષેત્રોમાંથી શાસ્ત્રીય સંગીત શીખતા તાલીમાર્થીઓ અને કલાકારો આવ્યા હતા. તેમણે રાગ બિહાગની પ્રસ્તુતિ કરી હતી. અજાયે ચક્રવર્તીની ભાવવાહી પ્રસ્તુતિ બાદ તેમણે કેટલીક ઉપશાસ્ત્રીય બંદિશો પણ રજૂ કરી હતી. સમાપન બેઠક રાત્રીની મોડે સુધી ચાલી હતી.


