- આણંદની કન્યા વિદ્યાલયથી પ્રવાસે આવ્યા હતા
- સોમનાથ થી જુનાગઢ આવતો હતો પ્રવાસ
- ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા
સોમનાથ હાઈવે પર આજે સમીસાંજે જુનાગઢના વંથલી નજીક આણંદની વિદ્યાર્થીનીઓની પ્રવાસી બસને નડ્યો ત્રિપલ અકસ્માત. ત્રિપલ અકસ્માત સર્જાતાં ધડાકાભેર અવાજ આવતાં રાહદારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. ગુજરાતના સોમનાથ મહાદેવના દર્શન કરીને આણંદની આવતી વિદ્યાર્થીનીઓની પ્રવાસીઓની લકઝરી બસને નડ્યો અકસ્માત નડતા વિદ્યાર્થીનીઓએ ચીસાચીસ કરી મૂકી હતી. આ ત્રિપલ અકસ્માતમાં ત્રણ વાહનોમાં આણંદની કન્યા શાળાની વિદ્યાર્થીનીઓની બસ, એક ખાનગી ટ્રાવેલ બસ તેમજ એક કારનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવા પામી હતી અને સમગ્ર ઘટનાની જાણ 108ને થતાં 108 ઘટના સ્થળે આવી ગઈ હતી.
ત્રિપલ અકસ્માત સર્જાયો
મળતી માહિતી મુજબ, જુનાગઢના વંથલી પાસે ત્રિપલ એકસ્માત સર્જાયો હતો જેમાં આણંદની આસોદર કન્યા શાળાની વિદ્યાર્થીનીઓની પ્રવાસી બસને અકસ્માત નડ્યો હતો. આણંદની શાળાના બાળકો પ્રવાસ પર ગયા હતા. જે બસ સોમનાથ મહાદેવના દર્શન કરીને સોમનાથથી જુનાગઢ તરફ આવી રહી હતી અને ત્યારે જ એક ટ્રાવેલ્સ અને એક કાર સાથે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.
પોલીસ અને 108 ઘટના સ્થળે
આણંદની આસોદર કન્યા શાળાની વિદ્યાર્થીનીઓને પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા. ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સૌરાષ્ટ્ર દર્શન કરાવવાનો પ્રવાસ હતો. જેમાં સોમનાથ દર્શન કરીને પરત ફરતી વખતે વિદ્યાર્થીનીઓની બસને ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. વંથલી પી એસ આઈ વાય.બી.રાણા, મામલતદાર ડી.જે.જાડેજા તેમજ તમામ પોલીસ સ્ટાફ તેમજ લોકો ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે ખસેડી ક્રેન મારફત બસને ખસેડી તાત્કાલિક વાહન વ્યવહાર પૂર્વરત કરાવ્યો હતો. 12 થી 15 ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મોટે ભાગે ગંભીર ઈજાઓ થયેલ હોવાનું લાગી રહ્યું છે.
ધડાકાભેર અવાજથી ભાગદોડ મચી
અચાનક જુનાગઢના વંથલી રોડ પર પ્રવાસી વિદ્યાર્થીનીઓની બસનો ત્રિપલ અકસ્માત સર્જાતા ધડાકાભેર અવાજ આવતાં રસ્તા ઉપર અફરાતફરી મચી ગઈ હતી અને આસપાસના રાહદારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. અકસ્માતન સર્જાતા રાહદારીઓએ લોકોને બચાવવા મદદ કરવામાં લાગી ગયા હતા.


