- ટીવી સ્ટુડિયોના લાઈવ ટેલિકાસ્ટ દરમિયાન નકાબધારી શખ્સો ઘૂસી આવ્યા
- અનેક લોકોને બંધક બનાવનાર ગુંડાઓને આખરે પોલીસ પકડી પાડયા
- ટીવી સ્ટુડિયો માંથી 20 મિનિટ સુધી કરવામાં આવ્યું હતું હિંસાનું જીવંત પ્રસારણ
ઇક્વાડોરના એક ટીવી સ્ટુડિયોના લાઈવ પ્રોગ્રામ દરમિયાન કેટલાક બંદૂકધારીઓ ઘૂસી આવ્યા અને લોકોને ધમકાવીને તેમણે બંધક બનાવ્યા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે ચેનલ લાઈવ ટેલિકાસ્ટ કરી રહી હતી. ઇક્વાડોરિયન ટીવી સ્ટેશનના લાઈવ પ્રોગ્રામ દરમિયાન, માસ્ક પહેરેલા સશસ્ત્ર શખ્સોએ બંદૂક ઉગામીને કર્મચારીઓને જમીન પર બેસવા માટે દબાણ કર્યું. જણાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન ફાયરિંગના અવાજ પણ સંભળાયા હતા.
પોલીસે મંગળવારે 9 જાન્યુઆરીએ ઇક્વાડોરના એક ટીવી સ્ટુડિયો પર કાર્યવાહી કરી હતી. દેશભરમાં હિંસાની લહેર દરમિયાન વિસ્ફોટકોથી સજ્જ બંદૂકધારીઓએ સ્ટેશન પર હુમલો કર્યો હતો ત્યારબાદ રાષ્ટ્રપતિ ડેનિયલ નગોબોઆને 22 ગેંગને આતંકવાદી સંગઠનો જાહેર કરી દીધા હતા જેમની સેનાએ શોધખોળ કરવાની હતી. પોલીસે જીવંત પ્રસારણ દરમિયાન સ્ટુડિયોમાં ઘૂસી ગયેલા 13 લોકોની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય સ્થળોએ ઓછામાં ઓછા 7 પોલીસ અધિકારીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું અને અનેક વિસ્ફોટ થયા હતા.
ઇક્વાડોરમાં સ્થિતિ વધુ વણસી ગઈ છે. અહીં નકાબધારી લોકો એક ટેલિવિઝન ચેનલના સેટમાં ઘૂસી ગયા હતા. તેમણે જીવંત પ્રસારણ દરમિયાન બંદૂકો અને વિસ્ફોટક બતાવીને લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. તેના પર રાષ્ટ્રપતિ ડેનિયલ નોબોઆએ તરત જ હુમલાખોરો સામે સૈન્ય કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. એવી જાહેરાત પણ કરવામાં આવી હતી કે દેશ ‘આંતરિક સશસ્ત્ર સંઘર્ષ’માં પ્રવેશી ગયો છે.
ગ્વાયાકિલમાં ટીવી સ્ટુડિયો પર કબજો કરવાનું પ્રસારણ લગભગ 20 મિનિટ સુધી કરવામાં આવ્યું હતું. પુરુષો બાલાક્લાવસ પહેરેલા અને મોટાભાગે કાળી બંદૂકો ધારણ કરેલ હતા અને ફ્લોર પર બેઠેલા કર્મચારીઓનું સ્વાગત કરી રહ્યા હતા. ગોળીબાર અને ચીસો સંભળાઈ અને કેટલાક હુમલાખોરોએ કેમેરા તરફ ઈશારો પણ કરી રહ્યા હતા.


