- અમેરિકાના સંરક્ષણ પ્રધાન કૅન્સરગ્રસ્ત થતા તંત્રમાં ખળભળાટ
- જો બાઈડેન અને વહીવટી તંત્રને આ વાતની નહોતી ખબર
- વિવાદ બાદ સંરક્ષણ પ્રધાન લૉયડ ઑસ્ટિને જાણકારી આપી હોવાનું સ્વીકાર્યું
અમેરિકાના સંરક્ષણ પ્રધાન લૉયડ ઑસ્ટિન પ્રોસ્ટેટ કૅન્સરથી લડી રહ્યા છે. તેઓ ઘણા સમય.થી બીમાર છે. જેના લીધે તાજેતરમાં જ અચાનક હોસ્પિટલમાં ભરતી કરવા પડયા હતા. બાદમાં ચેકઅપ પછી તેમને કૅન્સર હોવાનું સામે આવ્યું હતું.
રિપોર્ટ પ્રમાણે ગત વર્ષે ડિસેમ્બરમાં તેમને કૅન્સર નિદાન થયું હતું. બાદમાં કથળેલી તબિયતને લીધે તેમની એક નાની સર્જરી પણ કરવી પડી હતી. આ સર્જરી પછી તેઓ ઘર પરત આવ્યા હતા. પરંતુ પછીથી ચેપને લીધે તબિયત વધુ બગડી જતા ફરી એકવાર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેઓ અમેરિકાના વૉલ્ટર રીડ નેશનલ મિલિટ્રી મેડિકલ સેન્ટરમાં દાખલ છે.અહીંના તબીબોનું કહેવું છે કે અમેરિકના સંરક્ષણ પ્રધાન લૉયડ ઑસ્ટિનને પ્રોસ્ટેટ કૅન્સરની સર્જરી પછી તકલીફ પડતા તેઓને ફરીથી હોસ્પિટલમાં ભરતી કરવા પડયા છે.
રાષ્ટ્રપ્રતિ જો બાઈડેનને અપાઈ જાણકારી
ઑસ્ટિન ગત કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. પરંતુ આની જાણકારી રાષ્ટ્રપતિ બાઈડેનને નહોતી અને ન તો અમેરિકન સરકારને પણ પછીથી ઑસ્ટિને સ્વીકાર કર્યો કે તેમને વ્હાઈટ હાઉસને સમય પણ જાણકારી નહોતી આપી. જો કે આ મુદ્દે થોડો વિવાદ પણ થયો કારણ કે આ સંવેદનશીલ માનવામાં આવી રહ્યું છે. અમેરિકી સેનાની કમાન સંભાળવા માટે રાષ્ટ્રપતિ પછી સંરક્ષણ પ્રધાનનું પદ એકમાત્ર આવે છે.


