- બંને વચ્ચે આર્બીટ્રેડની રકમના ચૂકવણાને લઈ કોર્ટમાં લડાઈ ચાલી રહી છે
- નવી દિલ્હી હાઈ કોર્ટે વધુ એક વખતે સ્પાઈસજેટના સીએમડીને સમન્સ પાઠવ્યું છે
- અત્યાર સુધીમાં ત્રણ ભિન્ન બેંચ કેસની સુનાવણી કરી ચૂકી છે
નવી દિલ્હી હાઈ કોર્ટે વધુ એક વખતે સ્પાઈસજેટના સીએમડી અજય સિંઘને સન ગ્રૂપના ચેરમેન કલાનિધી મારન સામેના તેમના કાનૂની જંગના ભાગરૂપે સમન્સ પાઠવ્યું છે. બંને વચ્ચે આર્બીટ્રેડની રકમના ચૂકવણાને લઈ કોર્ટમાં લડાઈ ચાલી રહી છે.
બુધવારે કોર્ટે સ્પાઈસજેટના વકીલની વિનંતીને માન્ય રાખી કામગીરી મોકૂફ્ રાખી હતી અને અજય સંઘને ફેબ્રુઆરીમાં નવી બેચ સમક્ષ હાજર રહેવા માટે જણાવ્યું હતું. કેસ હેઠળ સિંઘને ત્રીજીવાર કોર્ટે સમન્સ પાઠવ્યું હતું. મારન અને સ્પાઈસજેટ વચ્ચેનો વિવાદ સપ્ટેમ્બર 2023થી વિલંબમાં છે. જેનું એક કારણ આ કેસનું સંચાલન કરતી બેંચમાં ફેરફર પણ હતું. અત્યાર સુધીમાં ત્રણ ભિન્ન બેંચ કેસની સુનાવણી કરી ચૂકી છે અને ફેબ્રુઆરીમાં ચોથી બેંચ તેની સુનાવણી કરશે.
મારનના દાવા મુજબ સ્પાઈસજેટ અને અજયસિંઘે તેમને આર્બિટ્રેડ ચૂકાદા મુજબ રૂ. 440 કરોડનું વ્યાજ ચૂકવવાનું થાય છે. જ્યારે સ્પાઈસજેટનો દાવો છે કે તેણે ઓગસ્ટમાં કોર્ટના નિર્દેશ મુજબ રૂ. 100 કરોડ ચૂકવી દીધાં છે અને હવે રૂ. 194 કરોડ ચૂકવવાના બાકી છે. સ્પાઈસજેટ એવી ધારણા પણ રાખે છે કે જો તે આર્બિટ્રેશનને પડકારતી અપીલ જીતી જાય તો મારને તેમને રૂ. 400 કરોડની પરત ચૂકવણી કરવી પડે. અગાઉની કાર્યવાહી દરમિયાન સ્પાઈસજેટે તેના નાણાકિય પડકારો જેવાકે ઓપરેશ્નલ ખોટ, નેગેટિવ નેટ વર્થ અને એમ્પ્લોયી સંબંધિત જવાબદારીઓ જેવી બાબતો ઈન્સોલ્વન્સી તરફ્ લઈ જઈ શકે છે એમ દર્શાવ્યું હતું.
એરલાઈને જ્યાં સુધી હાઈ કોર્ટની ડિવિઝન બેંચ આર્બિટ્રેડ આદેશને પડકારતી તેની અરજી પર ચૂકાદો ના આપે ત્યાં સુધી કોર્ટને તેનો નિર્ણય અનામત રાખવા જણાવ્યું હતું. આ વિવાદ 2015થી ચાલી રહ્યો છે. જે વખતે મારત અને કેએએલ એરવેઝે નાણાકિય પરેશાનીઓને કારણે સ્પાઈસજેટમાંનો તમામ હિસ્સો અજયસિંઘને વેચ્યો હતો. માત્ર રૂ. 2ના નોમીનલ ભાવે હિસ્સો ખરીદનાર સિંઘે એરલાઈન્સનું રૂ. 1500 કરોડનું ડેટ પણ ખરીદ્યું હતું. આના બદલામાં મારતે સ્પાઈસજેટને ક્યારેય ઈસ્યુ નહિ થયેલા શેર વોરંટ્સ અને પ્રેફ્રન્સ શેર્સ પેટે રૂ. 679 કરોડ ચૂકવ્યાં હતાં.


