- બેટ દ્વારકાના દરિયામાં શરૂ કરાશે ડોલ્ફિન જોવા ક્રૂઝ
- પ્લાસ્ટિક વેસ્ટ નિકાલ માટેની કંપની સાથે MOU
- વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાની હાજરીમાં MOU
હવે દ્વારકાના દરિયામાં ક્રૂઝના માધ્યમથી ડોલ્ફિન જોઈ શકાશે. આ માટે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગનો મહત્વનો MoU કરવામાં આવ્યા છે. વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની હાજરીમાં આ મહત્વના MoU કરવામાં આવ્યા છે. જેની સાથે ટૂરિઝમ ક્ષેત્ર માં પણ MoU કરવામાં આવ્યા છે.
આ અંગે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે, આગામી સમયમાં લોકો જયારે દ્વારકા જાય ત્યારે ત્યાં ડોલફીન નિહાળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. બેટ દ્વારકાના દરિયામાં ડોલ્ફિન જોવા ક્રૂઝ શરૂ કરવામાં આવશે. આ MoU પ્લાસ્ટિક વેસ્ટ નિકાલ માટેની કંપની સાથે કરવામાં આવ્યા છે.
ડોલ્ફિન ક્રૂઝમાં શું હશે
એક માહિતી આ ક્રુઝની શરૂઆત માર્ચ મહિનાથી થશે. આ માટે ડોલ્ફિન ક્રુઝ દરિયામાં ત્રણ કિલોમીટર અંદર જઈ દુર્લભ પ્રજાતિની દરિયામાં કૂદકા મારતી ડોલ્ફિન જોઈ શકશે. તેમજ શિયાળામાં સ્થળાંતર થઈ વ્હેલ દ્વારકા નજીક આવતી હોય છે, તો તેને જોવાની પણ તક મળી શકે છે.
એટલું જ નહીં આયોજકો દ્વારા ક્રૂઝમાં 1 ટ્રીપ બે કલાકની, ટ્રીપમાં 150 લોકો જઈ શકશે તેવી પણ તૈયારી દર્શાવવામાં આવી છે. આ ક્રૂઝ દરિયામાં 3 કિલોમીટર એટલે કે 1.62 નોટિકલ માઇલ અંદર સુધી જશે. ક્રૂઝની એક ટ્રીપ 2 કલાકની હશે. આ રૂટમાં લોકો દુર્લભ મનાતી કૂદકો મારતી ડોલ્ફિન્સ સહિતની માછલીઓ જોવા મળશે.
વધુ સ્થાનો પર શરૂ થઈ શકે છે સેવા
તેમજ પ્રારંભિક ધોરણે સરકાર દ્વારા દ્વારકામાં ડોલ્ફિન ક્રૂઝ શરૂ કરવામાં આવશે ત્યા બાદ ગુજરાતના વિવિધ દરિયા વિસ્તારમાં આ પ્રકારની સેવા જોવા મળી શકે છે. જેમાં જામનગર નજીક ઓખાના દરિયા વિસ્તારમાં 200થી વધારે ડોલ્ફિન નોંધાઈ હતી. ઓખામાં સામાન્ય રીતે ડોલ્ફિન જોવા મળી જાય છે ત્યાં પણ આ પ્રકારની સેવા મળી શકે છે.


