- કંપનીમાંથી કર્મચારીઓની મોટાપાયે છટણી
- ગયા વર્ષથી કંપનીમાં છટણી શરૂ થઈ
- ધીમેધીમે છટણી લેશે ઘણા કર્મચારીનો ભોગ
વિશ્વની સૌથી શક્તિશાળી ટૅક્નોલૉજી કંપનીઓમાં સ્થાન ધરાવતી આ કંપનીના કંપની કર્મચારીઓ ફરી એકવાર વર્લ્ડવાઈડ છટણીની અડફેટે આવ્યા છે. ગત વર્ષે શરૂ થયેલી છટણીએ કંપનીમાં આશરે 12 હજાર કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. હા વાત કરીએ છીએ ગુગલની. લાંબા સમયથી ગુગલના કર્મચારીઓ પર નોકરીની લટકતી તલવાર હતી. આજે આખરે ગુગલે જાહેર કરી દીધું કે એની ટીમમાં અનેક કર્મચારીઓની છટણી થઈ રહી છે.
કયા વિભાગમાં થઈ છટણી
ગુગલે જાહેર કર્યું છે કે તેના હાર્ડવેર, કોર એન્જિનિયર અને ગુગલ આસિસ્ટંટ ટીમમાં છટણી કરાશે. ગુગલની ડિવાઈસ એન્ડ સર્વિસ ટીમમાંથી કેટલાકના રોલ ઘટાડાશે. ગુગલના વોઈસ એક્ટિવેટેડ ગુગલ આસિસ્ટંટ સોફટવેર પર કામ કરતા કર્મચારીઓના નામ પણ સામેલ છે. આ ટીમમાં કામ કરનાર અનેક કર્મચારીઓને નોકરીમાંથી કાઢવામાં આવી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, આલ્ફાબેટ ઈંકના માલિકી કંપની ગુગલે જણાવ્યું કરે હાર્ડવેર ટીમમાં ઓગમેંટેડ પર કામ કરનારી ટીમ પણ છંટણીનો શિકાર થશે. તો વળી સેન્ટ્રલ એન્જિનિયરિંગ ટીમમાં પણ કેટલાક લોકોને નોકરી પરથી હટાવી દેવાશે. આ છટણીની પ્રક્રિયા 2023ની ત્રીજી ત્રિમાસિકથી જ કામ શરૂ કરી દીધું હતું.
ગુગલ પ્રવક્તાએ છટણીનો દાવો કર્યો
ગુગલ પ્રવક્તા અનુસાર સપ્ટેમ્બર-2023માં આખી દુનિયામાં આલ્ફાબેટ ઈંકના કુલ 1.81 લાખ કર્મચારી હતી. તેઓએ જણાવ્યું કે ટીમમાં કામને વધુ સારું બનાવવા એવો નિર્ણય લેવાયો કે અમે પોતાના ઉત્પાદનોના હિસાબથી ટીમને ઉત્તમ રીતે સંતુલન કરવા માગીએ છીએ. આ પ્રક્રિયા હેઠળ છેલ્લા છ માસમાં કેટલીક ટીમમાં હજી પણ બદલાવ કરાઈ રહ્યો છે. આની હેઠળ કેટલાક પદ સપ્તાત કરાઈ રહ્યા છે.
આલ્ફાબેટ વર્ક્સ યુનિયનનો વિરોધ
ગુગલમાં ચાલતી મોટાપાયે છટણીનો અલ્ફાબેટ વર્ક્સ યુનિયને વિરોધ કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે અમારા સભ્ય ગુગલની પ્રોડકટસ બનાવતા અને આગળ પહોંચાડવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. કંપની દર ત્રણ મહિનામાં અબજો ડોલર કમાણી કરી રહી છે. છતાં લોકોની નોકરીઓ છીનવી રહી છે. અમે પોતાની લડાઈ ત્યાં સુધી ચાલુ રાખીશું જ્યાં સુધી નોકરી સુરક્ષિત નહીં થતી.


