- અમેરિકામાં તાંડવકારી તોફાનથી હાહાકાર
- ઘરોના છાપરાં, વૃક્ષો મૂળિયા સાથે ઉડી ગયા
- અમેરિકામાં વીજ વગર લોકોને પારાવાર હાલાકી
અમેરિકામાં આવેલા વિનાશક તોફાને ચારેબાજુ વિનાશ વેર્યો છે. તોફાન એટલું શક્તિશાળી હતું કે હજારો મકાનોની છત અને ઘરવખરીને સાથે ઉડાડીને લઈ ગયું. હજારો વૃક્ષો અને છોડનો સોથ વળી ગયો હતો. માર્ગો ક્ષતિગ્રસ્ત થયા છે. જ્યારે હજારો વાહન પાણીમાં ડૂબી ગયા છે. પોતાના સ્થાનથી સેંકડો ફૂટ ઉડી ગયા હતા. આ પ્રચંડ તોફાનને લીધે અમેરિકામાં બે હજારથી વધુ ફલાઈટ્સ રદ કરાઈ છે. જ્યારે 2,400થી વધુ ઉડ્ડયનો રદ્દ કરી દેવાયા હતા.
મળતી માહિતી અનુસાર, દેશમાં શિયાળાના તોફાનને લીધે મિડવેસ્ટ અને સાઉથમાં ફલાઈટ વિલંબ અને રદ કરવાથી સેંકડો યાત્રિકો એરપોર્ટ પર ફસાઈ ગયા છે. શિકાગોના ઈન્ટરનેશનલ એરપોર્ટ આવતી 36 ટકા ફલાઈટ્સમાં આશરે 4 ટકા ઉડ્ડયનો રદ્દ કરાયા છે. અને શિકાગો મિડ-વે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જતી અને આવતી ફલાઈટમાં આશરે 60 ટકા રદ કરાઈ છે. અન્યને અસર થયેલી ફલાઈટસમાં ડેનેવર ઈન્ટરનેશનલ અને મિશનલ ઈન્ટરનેશનલ સામેલ છે.
150 મિલિયન લોકોને ખતરો
અમેરિકાના દક્ષિણમાં ભયંકર બરફના તોફાનની સ્થિતિ સર્જાઈ છે. જેથી વીજકાપ વધી રહ્યો છે. શુક્રવારે 15 મિલિયનથી વધુ અમેરિકનો માટે મધ્ય, પશ્ચિમ અને તેજ પવનો આવવાની ચેતવણી અપાઈ હતી. સેંકડો ઉડ્ડયન રદ થવાથી યાત્રિકોની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરરોજ 200થી વધુ અલાસ્કા અને યુનાઈટેડના ઉડ્ડયનો રદ થઈ રહ્યા છે. મોટાભાગની ફલાઈટના ટેકઓફ રદ શિયાળાના બરફના તોફાનને લીધે થયા છે. તોફાનની અસર ક્ષેત્રમાં વીજ પુરવઠા પર પડ્યો છે.


