- કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા વાદળો રહેવાની શક્યતા
- રાજ્યભરમાં પવનની ગતિ 15-25 કિમી પ્રતિ કલાક રહેશે
- સૌરાષ્ટ્ર અને કચ્છમાં અસ્થિર પવન લોકોને પરેશાન કરશે
રાજ્યમાં ઉત્તરાયણની તૈયારીમાં લોકો લાગી ગયા છે. જેમાં દર વર્ષની જેમ આ વખતે પણ લોકોને એક જ ચિંતા સતાવી રહી છે કેવો રહેશે પવન ? આ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, રાજ્યભરમાં પવનની ગતિ 15-25 કિમી પ્રતિ કલાક રહેશે, લોકો પૂરતી રીતે ઉત્તરાયણની ઉજવણી કરી શકશે.
કેટલાંક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ
હાલ રાજ્યમાં છૂટાછવાયા વરસાદના વાદળો જોવા મળ્યા છે. જેમાં કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા વાદળો રહેવાની શક્યતા રહેલી છે. જેના અંગે હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, પવનની ગતિ 15-25 કિમી પ્રતિ કલાક રહેશે. તેમજ ઉત્તર ગુજરાતમાં 20-24 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. જ્યારે બપોર સુધી ઉ.ગુજરાત પવનની દિશા અસ્થાયી રહેશે તેમજ બપોર બાદ ઉ.ગુજરાત પવન પતંગ માટે અનુકુળ રહેશે.
આ તરફ વાત જો મધ્ય ગુજરાતમાં પવનની કરવામાં આવે તો દિવસ દરમિયાન દિશા અસ્થાયી રહેશે. તેમજ મધ્ય ગુજરાતમાં પવનની ગતિ 12-20 કિમી પ્રતિ કલાક રહેશે. જેના કારણે લોકોને પતંગ માટે અનુકૂળ પરિસ્થિતિ જોવા મળી શકે છે. જ્યારે 3 વાગ્યા બાદ મધ્ય ગુજરાત માટે પવનની ગતિ અનુકુળ રહેશે. જેમાં 10-15 કિમી પ્રતિ કલાકની પવનની ગતિ રહેશે.
દક્ષિણ ગુજરાતમાં શું રહેશે સ્થિતિ
તેમજ દ.ગુજરાતના જિલ્લાઓમાં પતંગ માટે અનુકુળ હવામાન રહેશે. જેમાં પણ કેટલાંક વિસ્તારોમાં પવનની ગતિ 12-15 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. જેના કારણે પતંગ ઉડાવવાનો લોકો સારી રીતે આનંદ માણી શકશે. તેમજ દિવસ દરમિયાન પવનની દિશા અનુકૂળ રહેશે. જેમાં રાજપીપળા, છોટાઉદેપુર નર્મદામાં આખો દિવસ પવન અનુકુળ રહેશે.
સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો થઈ શકે છે નિરાશ
જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 20-25 કિમી પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે. જેમાં કચ્છમાં બપોર સુધી પવન પતંગ માટે અનુકુળ નહીં રહે. જેથી પતંગ રસિકો નિરાશ રહી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં બપોરે 1 વાગ્યા સુધી પતંગ માટે હવામાન અનુકુળ નહીં રહે. પરંતુ બપોરે 3 વાગ્યાથી પવન સ્થિર રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 22-27 કિમી પ્રતિ કલાકની રહેશે.


