- ઇડર તાલુકાના જોડકંપા અને સીયાસણ વિસ્તારમાં વર્ષોની પરંપરા
- દેવ ચકલીને ઘી ગોળ અને તલ ખવડાવામાં આવે છે
- સાબરકાંઠા વિસ્તારમાં આદિવાસી લોકો ઉજવે છે અનોખી રીતે ઉત્તરાયણ
ગુજરાતમાં ઉત્તરાયણનું પર્વ એ પતંગ દોરી સહિત દાન અને પૂણ્ય અવસર મનાય છે. પરંતુ સાબરકાંઠામાં આદિવાસી વિસ્તાર માટે ઉત્તરાયણ તે આગામી વર્ષનો વરતારો જોવાનો દિવસ છે. અંતરિયાળ વિસ્તારમાં આજના દિવસે દેવ ચકલીની પૂજા કરી તેને ઉડાડવામાં આવે છે અને તેના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરાય છે. જે મુજબ આજે પણ સાબરકાંઠાના ઇડર તાલુકાના આદિવાસી વિસ્તારમાં દેવ ચકલીની પૂજા કરી તે ઉડાડતા તે સુખા વૃક્ષ પર બેસતા આગામી વર્ષ તમામ માટે મધ્યમ રહેશે તેઓ દેવ ચકલી એ વરતારો આપ્યો છે.
દેવ ચકલીને ઘી ગોળ અને તલ ખવડાવામાં આવે છે
ઈડર તાલુકાના જોડ કંપા ગામ ખાતે આદિવાસી સમાજ દ્વારા અનોખી રીતે ઉજવાય છે. મકર સક્રાંતિ જેમાં આદિવાસીઓના પૂર્વજો દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આજ રોજ જોડકંપા અને આજુ બાજુના વિસ્તારના લોકો સાથે મળીને ઉત્તરાયણની ઉજવણી કરે છે. જેમાં ઉત્તરાયણની વહેલી સવારે ગામ લોકો દ્વારા એક ચકલી પકડવામાં આવે છે. ત્યાર બાદ ગામની બાળકીઓ દ્વારા દેવ ચકલીને ઘી ગોળ અને તલ ખવડાવામાં આવે છે. ત્યાર બાદ ચકલીને તિલક કરી ઉડાડવામાં આવે છે. આદિવાસી લોકોનું એવું માનવું છે કે જો ચકલી લીલા ઝાડ પર બેસે તો આવનારું વર્ષ સારુ જસે જેમાં વરસાદ સારો થશે તેવી માન્યતા છે.

ઇડર તાલુકાના જોડકંપા અને સીયાસણ વિસ્તારમાં વર્ષોની પરંપરા
સાબરકાંઠાના ઇડર તાલુકાના જોડકંપા અને સીયાસણ વિસ્તારમાં વર્ષોની પરંપરા અનુસાર ઉત્તરાયણનું પર્વ ઉજવાય છે. જે અંતર્ગત આજે સ્થાનિક આદિવાસી લોકોએ દેવ ચકલીને પકડી તેની પૂજા કરી હતી અને તલ ગોળ ખવડાવી ત્યારબાદ ખુલ્લા વિસ્તારમાં તેને ઉડાડી મૂકતા દેવ ચકલી ઉડીને સૂકી ડાળી ઉપર બેસતા આગામી વર્ષ મધ્યમ વરસાદની સાથે સાથે દરેક વ્યક્તિ માટે આગામી વર્ષ મધ્યમ બની શકે તેઓ વરતારો આપ્યો છે. જોકે દેવ ચકલી લીલા ઝાડ અથવા લાકડા ઉપર બેસે તો આગામી વર્ષ ફળદાઇ તેમજ સુકનીયાર ગણાય છે.


