- તપાસ કરનારી ટીમે મહિનાઓ સુધી ઈન્વેસ્ટિગેશન કરી કેસ ઉકેલી લીધો
- કથિત ગર્લફ્રેન્ડ હાલ જેલના સળિયા પાછળ
- નેઈલ પેઈન્ટ રિમૂવર પીવડાવીને બાળકીની હત્યા કરી
અમેરિકાને પેન્સિલવેનિયામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક 20 વર્ષીય યુવતી પર પોતાના કથિત બોયફ્રેન્ડના 18 માસના બાળકને નેઈલ પેઈન્ટ રિમૂવર પીવડાવી મોતને ઘાટ ઉતારવાનો આરોપ મુકાયો છે. મળતી માહિતી પ્રમાણેએલિસિયા ઓવેન્સ નામની મહિલાને ગત વર્ષે જૂનમાં બાળક આઈરિસ રીટાને મારવાનો આરોપ લગાવ્યા પછી તેની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. એસિલિયા ત્યારે ધરપકડ કરવામાં આવી જ્યારે પેન્સિલવેનિયાના એટોર્ની જનરલ મિશન હેનરીએ જાહેર કર્યું કે પોસ્ટમોર્ટમમાં બાળકનાં લોહીમાં ઝેરી તત્ત્વ સામે આવ્યું હતું. રિપોર્ટ પ્રમાણે 20 વર્ષીય યુવતીએ હત્યા પહેલા એ વાતની શોધ કરી હતી કે કંઈ વસ્તુઓથી બાળકોને જોખમ વધુ હોય છે.
પેન્સિલવેનિયાના એટોર્ની જનરલ મિશેલ હેનરીએ કેસની સુનાવણીમાં જણાવ્યું કે બાળકોની હત્યા કરવાની ઘટના ખરેખર કાળજું કંપાવનારી હોય છે. આમ છતાં જેં પણ બન્યું તે એક કાવતરાં પ્રમાણે બન્યું હતું. જેથી આવા કુકર્મ કરવા બદલ કાયદામાં કોઈ રાહત ન મળે.
આરોપી મહિલાએ સૌને ખૂબ ગોળ-ગોળ ફેરવ્યા બાદ તપાસ કરનારી ટીમે આખો કેસ ઉકેલી લીધો હતો. તેઓએ મહિનાઓ સુધી કેસની તપાસ કરી અને આખરે તેઓ સફળ રહ્યા હતા. બાળકને કઈ રીતે નુકસાન પહોંચાડાય તેની વાત આખરે સામે આવી ગઈ.
સારવારના ચાર દિવસ બાદ આંતરિક હિસ્સો બગડયો
25 જૂન 2023ના રોજ આઈરિસના પિતા બેલી જૈકોબી પોતાની ગર્લફ્રેન્ડ ઓવેન્સ અને બાળકની સાથે હતો. પરંતુ બેલી જૈકોબી કંઈક ખરીદવા સ્ટોર ગયા બાદ કથિત ગર્લફ્રેન્ડે તેની દીકરીને કંઈક થયાનું કહેતા તે જલ્દી ઘરે આવ્યો હતો. ઘરે આવીને જોયું તો બાળકીનું હલન-ચલન બંધ હતું. બાદમાં તેને 911માં ફોન કર્યો હતો. જેના તરત 18 મહિનાના બાળકને સારવાર માટે ન્યૂ કેસલના ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. જ્યાંથી તેને એક કલાક બાદ પિટસબર્ગના ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરાયું પરંતુ સારવારના ચાર દિવસ પછી આંતરિક હિસ્સામાં ખરાબી થવાથી બાળકનું મોત થયું હતું.


