- પરિવાર અને કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે
- ગાંધીનગર લોકસભામાં કાર્યકર્તાઓ સાથે મનાવશે ઉત્તરાયણ
- વેજલપુર, સાબરમતી, ગાંધીનગર ઉત્તર વિધાનસભાની લેશે મુલાકાત
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતમાં છે. જેમાં પરિવાર અને કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે. તેમાં ગાંધીનગર લોકસભામાં કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણ મનાવશે. તેમજ વેજલપુર, સાબરમતી, ગાંધીનગર ઉત્તર વિધાનસભાની મુલાકાત લેશે.
ઉત્તરાયણના પર્વની શરૂઆત થઇ છે. આ દરમિયાન ગુજરાતમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીઅમિત શાહનો કાર્યક્રમ યોજાશે. ઉતરાયણના દિવસે એટલે કે 14 જાન્યુઆરી 2024 ના કાર્યક્રમો આ પ્રમાણે છે.
– સવારે 10:00 કલાકે જગન્નાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે
– સવારે 10:30 કલાકે અમદાવાદના વેજલપુરમાં મનાવશે ઉત્તરાયણ પતંગ મહોત્સવ
– સાંજે 4:30 કલાકે ગાંધીનગરમાં ઉજવશે ઉત્તરાયણ પતંગ મહોત્સવ
– સાંજે 5:30 કલાકે અમદાવાદના ચાંદલોડિયામાં ઉત્તરાયણ પતંગ ઉત્સવની ઉજવણી


