- હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધને 100 દિવસથી વધુ સમય થયો
- બંધકોએ ઈઝરાયલને યુદ્ધ રોકવાની કરી અપીલ
- હમાસે ધમકી આપી કે, ”જલ્દી થશે આ લોકોનાં ભાગ્યનો નિર્ણય”
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ વચ્ચે રવિવારે હમાસ તરફથી એક વીડિયો સંદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ ઈઝરાયલી બંધક દેખાઈ રહ્યા છે. આ વીડિયોમાં બંધક પોતાની સરકારને પેલેસ્ટિન જૂથ (હમાસ) વિરુદ્ધ હુમલા રોકવા અને તેઓને છોડવા વિનંતી કરતા નજરે પડી રહ્યા છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધને 100 કરતાં વધુ દિવસો પૂર્ણ થઈ ગયા છે. વીડિયોમાં હમાસે ધમકી આપીને કહ્યું કે, ”જલ્દી થશે આ લોકોનાં ભાગ્યનો નિર્ણય” હમાસે જાહેર કરેલા વીડિયોમાં 26 વર્ષીય નોઆ અરગમાની, 53 વર્ષીય યોસી શારબી અને 38 વર્ષની એક યુવતી જોવા મળી રહ્યાં છે. 37 સેંકન્ડના વીડિયોમાં હમાસના લોકો કહે છે કે, ”આવતીકાલે તમારા ભાગ્ય અંગે જાહેર કરીશું. ” આ અગાઉ રવિવારે હમાસે કહ્યું હતું કે ઈઝરાયલી સૈન્ય ગાઝા પર ગોળીબારને લીધે કેટલાક બંધકો સાથે તેનો સંપર્ક તૂટી ગયો છે. અને કદાચ આમાં તેઓનાં મોત નિપજયા છે. યુદ્ધના શરૂઆતમાં હમાસે ઈઝરાયલી સૈન્ય હુમલાના જવાબમાં બંધકોની હત્યા કરવાની પણ ધમકી ઉચ્ચારી હતી.
ઈઝરાયલના અધિકારીઓએ બંધકોને લઈ હમાસને જાહેર સંદેશનો જવાબ આપવાનો ઈનકાર કર્યો છે. આને મનૌવૈજ્ઞાનિક યુદ્ધ જણાવ્યું હતું. ઈઝરાયલના આરોગ્ય મંત્રાલયે એક ફોરેન્સિક અધિકારીને 31 ડિસેમ્બરે સ્થાનિક માધ્યમને જણાવ્યું હતું કે મૃતક બંધકોના પોસ્ટમોર્ટમમાં મોતનું કારણ હમાસના દાવાથી અલગ જોવા મળ્યું છે. હમાસે દાવો કર્યો હતો કે તેઓ હવાઈ હુમલામાં માર્યા ગયા છે.
ઈઝરાયલનું નિવેદન
ઈઝરાયલે સ્પષ્ટ કર્યું કે તે પોતાના આક્રમક હુમલાથી બંધકોને થનારા ખતરાને સારી રીતે જાણે છે. મુખ્ય સૈન્ય પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું કે સૈન્ય અભિયાનમાં સમય લાગે છે. પોતાના અભિયાન અને બંધકોને અનુસાર આગળ વધારે છે. ઉલ્લેખનીય છે કે હમાસના આતંકીઓએ સાત ઑક્ટોબરે ઈઝરાયલમાં ઘૂસી જઈ સેંકડો લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા જ્યારે 240 લોકોને બંધક બનાવી દીધા હતા. નવેમ્બરમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ પર પરસ્પર સહમતી સધાઈ હતી. આ દરમિયાન હમાસે અનેક બંધકોને મુક્ત કર્યા હતા. ઈઝરાયલના જણાવ્યા પ્રમાણે ગાઝામાં 132 લોકો બચ્યા છે, એમાં 24 લોકો હમાસની કેદમાં મોતને ભેટયા છે.
બંધકોના પરિવારજનોની અપીલ
ઈઝરાયલના ઈતિહાસમાં બંધક સંકટ સૌથી ખરાબ સમયમાં સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારે બંધકોના કેટલાક પરિવારજનોએ વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂને એક તરફ યુદ્ધવિરામ કરવાનું કહ્યું છે. જ્યારે નેતન્યાહૂએ હમાસને સમાપ્ત કરવાના શપથ લીધા છે.
ઈઝરાયલ અને હમાસ વચ્ચે સાત દિવસનું યુદ્ધવિરામ
ઉલ્લેખનીય છે કે કતારની મધ્યસ્થાને લીધે ઈઝરાયલ અને હમાસ વચ્ચે 21 નવેમ્બરે ચાર દિવસના યુદ્ધવિરામ પર કરાર થયા હતા. જો કે એક અઠવાડિયા સુધી યુદ્ધવિરામ લાગુ રહ્યો અને ત્યારે 105 બંધકોને છોડવામાં આવ્યા હતા. આના બદલામાં ઈઝરાયલે પણ 300થી વધુ પેલેસ્ટિન નાગરિકોને છોડયા હતા. એક ડિસેમ્બરે યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ ઈઝરાયલી સૈન્યએ ફરીથી બોમ્બમારો શરૂ કરી દીધો હતો. હજી અન્ય બંધકો ઈઝરાયલની કેદમાં છે. અને ત્રણ બંધકોને ઈઝરાયલી સૈન્યએ કથિત રીતે ગોળી મારી હત્યા કરી હતી.


