- ફરી એકવાર બળતામાં ઘી હોમવાનું કામ માલદીવ તરફથી થયું
- 15 માર્ચ સુધી માલદીવની ધરતી પરથી ભારતીય સૈન્ય હટાવવાની ધમકી
- છેલ્લા ઘણા સમયથી ભારત-માલદીવના સંબધોમાં કડવાશ
માલદીવ અને ભારત વચ્ચે હાલ સંબંધોમાં સતત કડવાશ વધી રહી છે. આવા સંજોગોમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ એકવાર ફરીથી ભારતને એક મોટી ધમકી આપી દીધી છે. ફરી માલદીવના રાષ્ટ્રપતિએ ઈન્ડિયા આઉટનો રાગ આલાપ્યો હતો. મળતી માહિતી અનુસાર મોહમ્મદ મુઈજ્જુએ ભારતને માલદીવની ધરતી પરથી હટાવવાની માંગ ફરી દોહરાવી છે. તેઓએ 15 માર્ચ સુધીનું અલ્ટિમેટમ પણ આપી દીધું છે. આની પહેલા માલદીવે બે મહિના પહેલા ભારતીય સૈનિકોને હટાવવાની માંગ કરી હતી. સરકારી
આંકડાઓની માનીએ તો માલદીવમાં 88 ભારતીય સૈનિકો છે.
ચીનની તાજેતરમાં યાત્રા કરી પરત ફરેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ હવે સતત ભારતને તીખા સ્વરમાં નિવેદનબાજી કરી રહ્યા છે. માલદીવમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરસમાં ભારતનું નામ લીધા વગર પરોક્ષ રીતે કહ્યું કે, ”અમે નાના છીએ પરંતુ આનાથી તેઓને અમને ધમકાવવાનું લાયસન્સ નથી મળી જાતું.” માલદીવના રાષ્ટ્રપતિના કાર્યાલય સચિવે સરકારની નીતિનો ઉલ્લેખ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, રાષ્ટ્રપતિ કાર્યાલયમાં પબ્લિક પોલિસી સેક્રેટરી અબ્દુલ્લા નાઝીમ ઈબ્રાહિમે પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું કે રાષ્ટ્રપતિ મુઈઝુએ ઔપચારિક રીતે ભારતને 15 માર્ચ સુધીમાં તેના સૈનિકો પાછા ખેંચવા માટે કહ્યું છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ભારતીય સૈનિકો માલદીવમાં રહી શકે નહીં. માલદીવ સરકારની નીતિને ટાંકીને નાઝિમે કહ્યું કે આ રાષ્ટ્રપતિ ડો. મોહમ્મદ મુઇઝ્ઝુ અને તેમના વહીવટીતંત્રની નીતિ છે.
સૈનિકોને પાછા ખેંચવા માટે ઉચ્ચ સ્તરીય કોર ગૃપની રચના
સચિવે એવો પણ દાવો કર્યો છે કે સૈનિકો પાછા ખેંચવાના મુદ્દે બંને દેશો વચ્ચે એક ઉચ્ચ સ્તરીય કોર ગ્રૂપની રચના કરવામાં આવી છે. કોર ગ્રુપની પ્રથમ બેઠક રવિવારે વિદેશ મંત્રાલયના માલે ખાતેના મુખ્યાલયમાં યોજાઈ હતી. જેમાં બંને દેશોના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં માલદીવમાં ભારતીય હાઈ કમિશનર મુનુ મહાવર ભારત તરફથી હાજર હતા. માલદીવના પબ્લિક પોલિસી સેક્રેટરી નાઝિમ દ્વારા મીટિંગના એજન્ડાની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાં નિયત સમયમર્યાદામાં સૈનિકો પાછા ખેંચવાના છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ ચીનના સમર્થન નેતાના રૂપમાં ઓળખવામાં આવે છે. ગત વર્ષે 17 નવેમ્બરે તેમને માલદીવના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. શપથ લીધા બાદ તરત તેમને ભારતીય સૈનિકોને માલદીવમાં તૈનાતીને લઈ સવાલ ઉઠાવ્યા હતા. ત્યારબાદ દુબઈમાં આયોજિત કૉપ-28 શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદી અને મોહમ્મદ મુઈજ્જુની મુલાકાત થઈ હતી.
મુઈજ્જુએ ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ સાથે કરી મુલાકાત
ગત દિવસોમાં માલદીવના ત્રણ મંત્રીઓએ પીએમ મોદીની લક્ષદ્વીપ યાત્રાને લઈ અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેથી તેઓને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. છતાં બંને દેશના સંબંધો સતત કથળતા જઈ રહ્યા છે. મોહમ્મદ મુઈજ્જુએ પાંચ દિવસની ચીન યાત્રા કરી હતી. જે દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ સાથે પણ મુલાકાત કરી હતી.


