- શારદાયતન સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી
- શાળા સંચાલકના પાપે લાગ્યો વિદ્યાર્થીઓનો વીજ કરંટ
- વીજ કરંટ લાગતા એક બાળકની હાલત ગંભીર
સુરતના ડિંડોલીમાં સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં શારદાયતન સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે. તેમાં બે માસુમ બાળકને વીજકરંટ લાગ્યો છે. જેમાં શાળા સંચાલકના પાપે વિદ્યાર્થીઓનો વીજ કરંટ લાગ્યો છે. ત્યારે એક બાળકની હાલત ગંભીર છે.
બાળકોને છત પર દોરીની સફાઈ કરવા મોકલ્યા
બાળકોને છત પર દોરીની સફાઈ કરવા મોકલ્યા હતા. જેમાં દોરીની સફાઈ કરવા મોકલ્યા હોવાનું શાળા સંચાલકનું રટણ છે. તેમાં પટાવાળાનું કામ બાળકને સોંપવામાં આવ્યું હતુ. શાળાની બેદરકારીથી બાળકો દાઝ્યા હોવાનો પરિવારનો આરોપ છે. અગાઉ મહેસાણામાં કાવેરી સ્કૂલની મોટી બેદરકારી સામે આવી હતી. તેમાં કાવેરી સ્કૂલે વિદ્યાર્થીઓ પાસે કાળી મજૂરી કરાવી હતી. સ્કૂલના બાળકો પાસે મજૂરો જેવું કામ કરાવ્યું હતુ.
સ્કૂલના બાળકોને માથે ઇંટો ઉપડાવી મજૂર બનાવ્યા
સ્કૂલના બાળકોને માથે ઇંટો ઉપડાવી મજૂર બનાવ્યા હતા. જેમાં કાવેરી સ્કૂલનો વીડિયો વાયરલ થતા વાલીઓમાં રોષ ફેલાયો હતો. વિદ્યાર્થીઓ પાસે ત્રીજા માળ સુધી ઇંટો ઉપડાવી હતી. સ્કૂલના ચણતર માટે મજૂર ન મળતા વિદ્યાર્થીઓનો દૂરપયોગ થયો હતો.


