- 18મીએ CM ભૂપેન્દ્ર પટેલ વલસાડથી યાત્રા શરૂ કરાવશે
- યાત્રામાં ભગવાન રામનો રથ હશે
- 13 જિલ્લાઓ આવરી લેવાશે
લોકસભા ચૂંટણી પહેલાં રાજ્ય સરકાર આદિવાસી ક્ષેત્રમાં વન સેતુ ચેતના યાત્રા કાઢશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 18મી જાન્યુઆરીએ આ યાત્રાનો પ્રારંભ કરાવશે, ગુજરાતમાં આદિવાસી સમાજની વધુ વસતિ છે તેવા 13 જિલ્લાઓમાં આ યાત્રા ફરવાની છે, 51 જેટલા આદિજાતિ તાલુકાના અંદાજે ત્રણ લાખ જેટલા પરિવારોને આવરી લેવાય તે રીતનો યાત્રાનો રૂટ રહેશે. વન સેતુ ચેતના યાત્રામાં સરકારની સિદ્ધિઓ, રામ મંદિર, આદિજાતિ ક્ષેત્રમાં થયેલા કામો, આદિજાતિ સમુદાયના વિશિષ્ટ વ્યક્તિત્ત્વ સન્માન જેવા કાર્યક્રમોને આવરી લેવામાં આવશે.
આગામી લોકસભા ચૂંટણી પહેલાં રાજ્યના આદિવાસી ક્ષેત્રમાં પહેલી વાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, 18મી જાન્યુઆરીએ રાજ્યના મુખ્યમંત્રી વલસાડના ભિલાડ ખાતેથી યાત્રાનો પ્રારંભ કરાવશે, જેમાં આદિવાસી સમુદાયના અગ્રણીઓ, નેતાઓ પણ હાજર રહેશે, અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાવાના છે ત્યારે આ ચેતના યાત્રામાં સૌથી આગળ ભગવાન રામનું રથ હશે. આદિવાસી ક્ષેત્રમાં આ યાત્રા પાંચ દિવસ ફરશે, આ યાત્રા 13 જિલ્લાઓમાં પ્રવાસ કરશે.


