- IIT ખડગપુર, ASI, PRL તથા JNUના સંશોધકોને મળેલી મોટી સફળતા
- પાંચ વર્ષથી થઈ રહેલા ઉત્ખનન બાદ એક બૌદ્ધ મઠ પણ મળી આવ્યો
- સાત સાંસ્કૃતિક સ્તર શોધી કાઢવામાં આવ્યા છે
આઇઆઇટી ખડગપુર, આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા (ASI), ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL), જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) તથા ડેક્કન કોલેજના સંશોધકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર ગામમાં 2800 વર્ષ પ્રાચીન માનવ વસવાટના અવશેષો મળી આવ્યા છે. આ અંગે આઇઆઇટી ખડગપુરના જિઓલોજી અને જિઓફિઝિક્સના પ્રોફોસર ડૉ. અનિન્દ્ય સરકારે જણાવ્યું કે, અમે છેલ્લા ચાર-પાંચ વર્ષથી વડનગરમાં ASI સાથે મળીને કામ કરી રહ્યા છીએ. એક પ્રાચીન બૌદ્ધ મઠ પણ મળી આવ્યો હતો. ASI વડનગરમાં 2016થી કાર્યરત છે અને તેણે 20 મીટરની ઊંડાઇ સુધી ખોદકામ કર્યું છે. વડનગરનો ઈતિહાસ ઘણો જૂનો છે. સાત સાંસ્કૃતિક સ્તર શોધી કાઢવામાં આવ્યા છે, જે પૈકી સૌથી જૂનું સ્તર 2800 વર્ષ પ્રાચીન છે. IIT ખડગપુર દ્વારા એક નિવેદનમાં જણાવ્યાનુસાર વડનગર ખાતે ઊંડા પુરાતત્વીય ખોદકામનો અભ્યાસ એ પણ સૂચવે છે કે આ 2800 વર્ષ દરમિયાન વિવિધ સામ્રાજ્યોના ઉદય અને પતન તેમજ મધ્ય એશિયાના યોદ્ધાઓ દ્વારા ભારત પર વારંવારના આક્રમણો વરસાદ અથવા દુષ્કાળ જેવા આબોહવા સંબંધિત ગંભીર ફોરફારોને કારણે થયા હતા. એએસઆઇના આર્કિયોલોજિસ્ટ અભિજિત આંબેકરે કહ્યું કે અમારા પુરાવા વડનગરને ભારતમાં અત્યાર સુધી એક જ કિલ્લેબંધીની અંદરનું સૌથી જૂનું જીવંત શહેર બનાવે છે.


