- મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈન્કાર
- મૃતકની ધર્મપત્નીને નોકરી આપવા પરિજનોની માગ
- નોકરી નહીં આવે તો મૃતદેહ સાથે AMCનો ઘેરાવ કરીશું: પરિજન
અમદાવાદમાં આજે સવારે પક્ષી બચાવતા ફાયરમેનનો મોત મામલે પરિવાર એક તરફ શોકમાં છે જેની સાથે જ AMC તરફ ગુસ્સો પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે મૃતક અનિલ પરમારના પરિવાર સાથે AMC નોકર મંડળના કર્મચારીઓ જોડાયા છે. જેમના દ્વારા મૃતકના પરિવારને ન્યાય મળવો જોઇએ તેવી માગ કરવામાં આવી રહી છે.
જ્યાં એક તરફ મૃતક અનિલ પરમારના પત્નીને વારસદાર તરીકે નોકરી અને વળતર આપવાની માગ સાથે પરિવારજનો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નોકર મંડળ દ્વાર ઘુમા CHC સેન્ટર ખાતે મૃતકની લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. જોકે, આ મામલે ફાયર બ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓને જાણ થતાં તાત્કાલિક તેઓ બોપલ ખાતે પહોંચ્યા હતા.
પરિવારની પડખે આવ્યું AMC નોકર મંડળ
ઘુમા CHC સેન્ટર ખાતે CHC સેન્ટર ખાતે મૃકર ફાયરક્રમીના પરિવારજનો અને નોકર મંડળ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. અને જ્યાં સુધી મૃતકના પત્નીને નોકરી નહીં આપવામાં આવે ત્યાં સુધી તેઓ લાશ સ્વીકારશે નહીં. જો સાંજે 6 વાગ્યા સુધીમાં નિર્ણય નહીં આવે તો ફાયર બ્રિગેડના કર્મચારીઓ હડતાળ પર ઉતરી જશે તેવી ચીમકી નોકર મંડળ દ્વારા આપવામાં આવી છે.
અધિકારીઓ દ્વારા સમજાવવાનો પ્રયાસ
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વી.એમ. ઠક્કર, ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયા અને એડિશનલ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રી સહિતના અધિકારીઓ પરિવારજનોને સમજાવી રહ્યા છે. જોકે, પરિવારજનો તેમની માગણી ઉપર અડગ રહ્યા છે. હાઈ ટેન્શન વાયરની લાઈન બંધ કર્યા વગર કઈ રીતે ફાયરના કર્મચારી ત્યાં પહોંચીને કામ કરવા લાગ્યા તે તમામ અંગે હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
AMC ના દેવાંગ દાણીએ કહ્યું કે, પરિવાર પર દુઃખદ ઘટના બની છે. તેમજ AMC આવી ઘટનામાં પરિવારની પડખે રહેજ છે અને રહેશે. આ માટે AMC અમે બનતી તમામ મદદ કરીશું. નાની વયે પક્ષી બચાવતા મોત થયું છે, જેના માટે AMC દ્વારા પણ તમામ મદદ કરવામાં આવશે.


