- ધર્મને માનનાર ધર્મ સાથે પર્સનલ સંબંધ ધરાવે છેઃ રાહુલ ગાંધી
- જે ધર્મ સાથે પબ્લિક સંબંધ રાખે તે ધર્મનો ફાયદો ઉઠાવે છેઃ રાહુલ ગાંધી
- ભારત જોડો ન્યાય યાત્રાના રુટમાં અયોધ્યાને સ્થાન નથી આપ્યું
અયોધ્યા રામ મંદિરને લઈને સમગ્ર દેશમાં હર્ષ ઉલ્લાસ અને એકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશ-વિદેશથી લોકો રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા આવવાના છે. બોલીવુડના દિગ્ગજ અને પ્રતિષ્ઠિત મહાનુભાવો, ક્રિકેટ જગત, સાધુ-સંતો-મહંતો તેમજ પોલીટિકલ પાર્ટીથી લઈને ટેલિવુડ ઈન્ડસ્ટ્રીઝ અને સાઉથ ઈન્ડસ્ટ્રીઝના લોકો પણ આ સમારોહમાં હાજર રહેવાના છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આવવાનો નેનૈયો ભણી દીધો છે. ત્યારે આજે રાહુલ ગાંધીએ રામ મંદિરને લઈને એક નિવેદન આપ્યું છે.
રામ મંદિર ચૂંટણીલક્ષી કાર્યક્રમઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને નિવેદન કર્યું છે કે, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ એક રાજનૈતિક કાર્યક્રમ બની ગયો છે. પીએમ, આરએસએસ અને ભાજપે 22 જાન્યુઆરીના કાર્યક્રમને ચૂંટણીલક્ષી કાર્યક્રમ બનાવી દીધો હતો.
ધર્મને માનનાર ધર્મ સાથે પર્સનલ સંબંધ ધરાવે છેઃ રાહુલ ગાંધી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 22 જાન્યુઆરી પછી રામ મંદિરમાં જવા અગં કહ્યું કે, ધર્મને માનનાર ધર્મ સાથે પર્સનલ સંબંધ ધરાવે છે, જે ધર્મ સાથે પબ્લિક સંબંધ રાખે તે ધર્મનો ફાયદો ઉઠાવે છે.
આજથી ભારત જોડો ન્યાય યાત્રામાં છે રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ આજે મણિપુરથી ભારત ન્યાય જોડો યાત્રા શરુ કરી હતી. ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ આજે નાગાલેન્ડના ઉત્તર પૂર્વીય રાજય કોહિમામાં કહ્યું કે, હિન્દૂ ધર્મના મુખ્ય લોકોએ પણ રામ મંદિરના ઉદઘાટન કાર્યક્રમ અંગે સવાલ કર્યા છે કે, 22મીનો કાર્યક્રમ ચૂંટણી થઈ ગયો છે, તેથી કોંગ્રેસે ન જવાનો નિર્ણય કર્યો છે. અમે તમામ ધર્મોનું સન્માન કરીએ છીએ, જોકે અમારી પાર્ટી અને ગઠબંધનમાંથી જે લોકો પણ ત્યાં જવા ઈચ્છે છે, જઈ શકે છે.’
ભારત જોડો ન્યાય યાત્રાના રુટમાં અયોધ્યા નથી
મહત્ત્વનું છે કે, કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આજથી શરુ થઈ છે જેના રુટમાં અયોધ્યા નથી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન અયોધ્યા નહી જાઉ. હું યાત્રાના રૂટ પર જ રહીશ. હાલ ન્યાય યાત્રાના રૂટમાં અયોધ્યા નથી.


