- પાકિસ્તાન મિત્રો દેશો પાસે ભીખ માંગી કંટાળ્યું
- ચીન, આરબ દેશો પણ પાકિસ્તાનને મદદ કરી પસ્તાયા
- ફરી એકવાર UAE ભીખારી પાકિસ્તાનની કરશે મદદ
પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી આર્થિક તંગીથી પસાર થઈ રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાને આઈએમએફથી લઈ પોતાના ઘણા મિત્રો પાસેથી પૈસા માટે મદદ માંગી છે. જો કે, આ દરમ્યાન પાકિસ્તાનના વચગાળાના વડાપ્રધાન અનવર-ઉલ-હક કાકરે યુએઈ પાસે નાણાં માટે પોકાર કરી છે. પાકિસ્તાન તરફથી મળતી માહિતી મુજબ સંયુક્ત અરબ અમીરાત દ્વારા પાકિસ્તાનને એક વર્ષ માટે બે અબજ ડોલર લોન આપે તેવી શક્યતા છે. આ માટે દેશના વડાપ્રધાને યુએઈના રાષ્ટ્રપતિને પત્ર લખીને લોનની અપીલ કરી છે.
પાકિસ્તાન બેંકમાં ત્રણ અબજ ડોલર
પાકિસ્તાન વિદેશ મંત્રાલયથી મળતી માહિતી પ્રમાણે તેઓને ભરોસો છે કે આ અઠવાડિયામં યુએઈ પાકિસ્તાનને બે અબજ ડોલરની મદદ કરશે. આ માટે આ અઠવાડિયાએ લોનને લઈ વાતચીત કરાશે. અને નિર્ણયને આખરી ઓપ અપાશે. જાણકારી પ્રમાણે યુએઈએ સ્ટેટ બેંક ઑફ પાકિસ્તાનમાં ત્રણ અબજ ડોલર ડિપોઝિટ તરીકે રાખ્યા છે. આ ત્રણ અબજ ડોલરમાંથી એક અબજ ડોલરની મૅચ્યોરિટી 17 જાન્યુઆરીએ પુરી થવાની છે અને બીજી એક અબજ ડોલરની મૅચ્યોરિટી 23 જાન્યુઆરીએ પુરી થશે. આ કારણથી પાકિસ્તાનને આશા છે કે તેને જલ્દી યુઈએથી નાણાની મદદ મળશે.
બે અબજ ડોલરની લોન પરત લીધી
આરબ અમીરાતે 18 જાન્યુઆરી 2023ના રોજ તત્કાલીન વડાપ્રધાન શહબાજ શરીફની વિનંતી પર પાકિસ્તાનને બે અબજ ડોલરની લોનને પણ પરત લીધા હતા. જેને અમીરાતના રાષ્ટ્રપતિની સાથે બેઠક દરમિયાન મંજૂરી મળી હતી. આના આશરે એક વર્ષ બાદ પાંચ જાન્યુઆરી 2024એ હાલ વિદેશી હૂંડિયામણ 8.155 બિલિયન ડોલર લોન આપી છે. આ વૅલ્યૂ 29 ડિસેમ્બર 2023ના 8.221 બિલિયન ડોલરની સરખામણીમાં 66 મિલિયન ડોલર ઓછા છે. બાદ ગત કેટલાક સત્રમાં દેશના કેન્દ્રીય બેંકનો ભંડાર એક અબજ ડોલરથી વધી ગયો છે.


