- આરોપીએ સામાન્ય ઝઘડામાં મિત્રને છરીના ઘા ઝીકી હત્યા કરી
- આરોપી અજિત ઉર્ફે બાબુ ચૌહાણ અને તુષાર ગુપ્તાની હત્યા કેસમાં ધરપકડ
- અમરાઇવાડી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી
અમદાવાદના અમરાઇવાડીમાં મિત્રએ છરીના ઘા ઝીકીને મિત્રની હત્યા કરી છે. મિત્રની મજાક ઉડાડવા બાબતે થયેલા ઝઘડામાં ખૂની ખેલ ખેલાયો હતો. હત્યાની ઘટના વીડિયોમાં કેદ થઇ છે. અમરાઇવાડી પોલીસે હત્યાનો ગુનો નોંધી 2 આરોપીની ધરપકડ કરી છે.
આરોપી અજિત ઉર્ફે બાબુ ચૌહાણ અને તુષાર ગુપ્તાની હત્યા કેસમાં ધરપકડ
આરોપી અજિત ઉર્ફે બાબુ ચૌહાણ અને તુષાર ગુપ્તાની હત્યા કેસમાં ધરપકડ કરાઈ છે. આરોપીએ સામાન્ય ઝઘડામાં મિત્રને છરીના ઘા ઝીકી હત્યા કરી દીધી હતી. ઘટનાની વાત કરીએ તો અમરાઈવાડીમાં મેટ્રો પીલર નંબર 60 પાસે મૃતક નિતેશ તિવારી પોતાના મિત્રો સાથે ચા નાસતો કરી રહ્યો હતો. ત્યારે આરોપી અજિત અને તુષાર ગુપ્તા આવ્યા હતા. અને બન્ને નિતેષની મજાક ઉડાવી રહ્યા હતા. જેથી મૃતકને ગુસ્સો આવ્યો અને તેઓની વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. આ દરમ્યાન આરોપી તુષાર ગુપ્તાએ નિતેષ પર છરીના ઘા ઝીકી દીધા હતા. ઇજાગ્રસ્ત નિતેષને હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં સારવાર દમ્યાન નિતેષનું મોત નીપજ્યું હતું. અમરાઇવાડી પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીની ધરપકડ કરી છે.
અમરાઇવાડી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી
પકડાયેલા આરોપી અજિત ચૌહાણ અને તુષાર ગુપ્તા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેઓની વિરુદ્ધ મારામારીના અનેક ગુના નોંધાયા છે. જ્યારે નિતેષ પર છરીથી હુમલો કરનાર તુષાર ગુપ્તા બાળપણથી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સગીરવયમાં આરોપીએ રામોલમાં બસના કન્ડક્ટર પર હુમલો કર્યો હતો. જેને લઈને પોલીસે ગુનો નોંધ્યો હતો. જ્યારે અજિત વિરુદ્ધ અમરાઇવાડી અને રામોલમાં મારમારીને લઈને ગુના નોંધાયા છે. આ બન્ને આરોપીઓ છૂટક મજુરી કરે છે. મજાક મસ્તીમાં થયેલા સામાન્ય ઝઘડામાં બન્ને આરોપીએ પોતાના મિત્રની જ હત્યા કરી દીધી હતી. જેથી અમરાઇવાડી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.


