- વરમાણા પોલીસની હદમાં બન્યો બનાવ
- બાઈકચાલક સર્પાકાર ચલાવી સ્ટંટ કરતો હતો
- ફાજલપુર પાટિયા પાસે સર્જાયો અકસ્માત
વડોદરામાં બાઈકચાલકનું કાબૂ ગુમાવતા મોત થયુ છે. જેમાં વરમાણા પોલીસની હદમાં બનાવ બન્યો છે. તેમાં બાઈકચાલક સર્પાકાર બાઇક ચલાવી સ્ટંટ કરતો હતો. જેમાં ફાજલપુર પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. તેમાં વરણામાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો બનાવ હોવાથી તપાસ શરૂ થઇ છે.
સર્પાકાર બાઇક ચલાવનારનો વાહન પર કાબુ ગુમાવતા અકસ્માત
સર્પાકાર બાઇક ચલાવનારનો વાહન પર કાબુ ગુમાવતા અકસ્માત થયો છે. પોર પાસે આવેલ ફાજલ પુરના પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયુ છે. જેમાં મૃતદેહને પીએમ અર્થે પોર રેફરલ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તથા વરણામા પોલીસે અકસ્માત સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વસંત પરમાર નામના વ્યક્તિ સાથે મોટરસાયકલ અથડાવી
અગાઉ 49 વર્ષીય વસંત પરમાર પત્ની વિભૂતિ પરમાર (ઉવ.38) અને 11 વર્ષીય દીકરા મીત પરમાર સાથે રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં ખોરાણા ગામથી રાજકોટ ખાતે પોતાના ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે હડમતીયા ગામ પાસે પહોંચતા અજાણ્યા મોટરસાયકલ ચાલક દ્વારા રોંગ સાઈડમાં મોટરસાયકલ ચલાવી વસંત પરમાર નામના વ્યક્તિ સાથે મોટરસાયકલ અથડાવી હતી. જેમાં તેમનું મોત નીપજાવ્યું હતુ. રોંગ સાઈડમાં આવેલા બાઈક ચાલકે ટક્કર મારતા બાઈક પર બેઠેલા 38 વર્ષીય વિભૂતિ પરમારને પણ ઇજા પહોંચી હતી.


